Halvad : ભાજપ પ્રદેશ ઉપપ્રમુખના પદની ઢોલનગારા સાથે સ્વાગત

ભાજપ પ્રદેશ ઉપપ્રમુખના પદની હળવદમાં ઢોલનગારા સાથે સ્વાગત
ગુજરાત પ્રદેશ ભાજપ સંગઠનનું માળખું જાહેર કરવામાં આવેળ છે જેમાં ઉપપ્રમુખમાં રાજ્યના માજી મંત્રી અને હળવદના માજી ધારાસભ્ય જયંતીભાઇ કવાડીયાનો સમાવેશ કરવામાં આવ્યો છે જેથી કરીને હળવદ ભાજપ પરિવારમાં હર્ષની લાગણી જોવા મળી રહી છે અને ઢોલ નગારા સાથે મોં મીંઠા કરીને પ્રદેશ ઉપપ્રમુખ પદનુ સ્વાગત કરી ઉજવણી કરવામાં આવી હતી.
ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા જિલ્લાઓની અંદર ભાજપના હોદ્દેદારોની વરણી કરવાની પ્રક્રિયા ચાલી રહી છે તેવામાં આજ રોજ ગુજરાત પ્રદેશ સંગઠન માળખું જાહેર કરવામાં આવેલ છે જેમાં મોરબી જિલ્લામાંથી ગુજરાત રાજ્યના માજી મંત્રી અને હળવદના માજી ધારાસભ્ય જયંતીભાઇ કવાડીયાનો ગુજરાત પ્રદેશ ભાજપમાં ઉપપ્રમુખ તરીકે સમાવેશ કરવામાં આવ્યો છે જેથી કરીને હળવદ ભાજપ પરિવારમાં હર્ષની લાગણી જોવા મળી રહી છે અને સરા ચોકડીએ કાર્યકરોએ ઢોલનગારા વગાડી મોં મીઠા કરીને પ્રદેશ ઉપપ્રમુખ પદનુ સ્વાગત કર્યુ હતું