Halvad : સુરવદરમા ભર શિયાળામાં પીવાના પાણીના વલખાં

હળવદના સુરવદરમા છેલ્લા પાંચેક મહિનાથી પિવાના પાણીની સમસ્યા છે અને સ્થાનિક તંત્રથી લઈને રાજકીય આગેવાનો સુધી લેખિત અને મૌખિક રજૂઆત કરવામાં આવી છે પરંતુ સમસ્યાનું નિરાકરણ નહીં આવતા આજે પાણી માટે મહિલાઓ રણચંડી બની રસ્તા ઉપર ચક્કાજામ કર્યો હતો અને સ્થાનિક સ્વરાજ્યની ચુંટણી બહિષ્કારની ચિમકી ઉચ્ચારી હતી.
2 હજારની વસ્તી ધરાવતા સુરવદરમા પાણીની સમસ્યા ઘણાં સમયથી છે અને ગામમાં પાણીના બોર તો છે પરંતુ પિવાલાયક પાણી નથી આવતુ ત્યારે મીઠું પાણી આપવા બાબતે હળવદ ટીડિઓ અને કુવરજી બાવળીયાને લેખીત રજૂઆત કરાઇ છે.
હળવદ તાલુકાનાં રણકાંઠાનાં ગામો સાથે સુરવદર ગામ પણ હજુ મીઠાં પાણીથી વંચીત રહી જાય છે અવાર નવાર રજુઆત કરવા છતા ગામ લોકોને પીવા લાયક પાણી રેગ્યુલર મળતુ નથી હાલ છેલ્લા પાંચેક મહીનાથી પાણી નથી મળ્યુ.અંતે પંચાયતનાં બોરમાં આવતું ક્ષારયુક્ત પાણી પીવા મજબુર થવુ પડે છે.
સુરવદરમાં પાણીની સમસ્યા ને લઈને આજે મહિલાઓ રણચંડી બની હતી બેડાં સાથે રસ્તા ઉપર ઉતરી આવી હતી અને ચક્કાજામ કર્યો હતો પરંતુ સ્થાનિક લોકોની સમજાવટ બાદ રસ્તો ખોલ્યો હતો પરંતુ જો ટુંક સમયમાં પાણીનો હલ નહીં નિકળે તો સ્થાનિક સ્વરાજ્યની ચુંટણી બહિષ્કારની ચિમકી ઉચ્ચારી હતી.