Halvad : સુસવાવમા પાઈપલાઈનનુ કામ ગોકળગતિએ ખેડૂતો પરેશાન

હળવદના બ્રાહ્મણી ડેમ 2 માથી ગુજરાત વોટર ઈન્ફ્રાસ્ટ્રક્ચર લીમીટેડ દ્વારા મોરબી, રાજકોટ અને જામનગર જિલ્લા સુધી પાઈપલાઈનની કામગીરી છેલ્લાં દોઢેક વર્ષથી ચાલી રહી છે જેના કારણે સુસવાવ,ઈશ્વરનગરના ખેડુતોની જમીન સમયસર સમતોલ તેમજ ખાડાઓનુ પુરાણ કરવામાં કંપની વામળી પુરવાર થતાં 10 જેટલા ખેડુતોની 100 વીઘાથી વધારે જમીનમાં પડતર બની ગઈ છે તો હાલ શિયાળુ પાક એવાં ઘઉ,જીરું, લસણ,રાયડો સહિતના વાવેતર શરૂઆત થઈ ગઈ છે ત્યારે સમયસર વાવણી નહીં થતાં ખેડુતોને આર્થિક ફટકો પડી રહ્યો છે ત્યારે હવે ત્રણ ત્રણ સિઝન વિતવા છતાં પણ જમીન સમતલ કે ખાડાઓનુ પુરાણ નહીં કરી દેવામાં આવતા ખેડૂતો વળતરની માંગ કરી હતી.
બ્રાહ્મણી ડેમ 2 ખાતે બની રહેલો સંપ અને પાઈપલાઈનનો ભુતકાળ અનેક વિવાદોથી ધેરાયેલો છે પછી ખેડુતોના ઉંભા પાકમાં પાઈપલાઈન નાખવાની હોય કે વળતર નહીં ચુકવવાની કંપની મનમાની હોય કે પછી ભ્રષ્ટાચાર યુક્ત નબળી કામગીરી સહિત અનેક પ્રકારના આક્ષેપો વચ્ચે કામગીરી ગોકળગતિએ દોઢેક વર્ષોથી કામગીરી ચાલુ છે પરંતુ ખેડુતોની જમીનમાં નાખવામાં આવતી જમીનમાં પાઈપલાઈન કામગીરી પૂર્ણ થયા બાદ જમીન સમતલ નહીં કરી હોવાના સુસવાવ અને ઈશ્વરનગરના ખેડૂતો આક્ષેપ કરી રહ્યાં છે જેના કારણે 10 જેટલા ખેડુતોની 100 વીઘાથી વધારે જમીનમાં છેલ્લી ત્રણ ત્રણ સિઝનમાં વાવેતર થયું નથી અને જેના કારણે હાલમાં શિયાળુ પાકની શરૂઆત થઈ ગઈ છે પરંતુ કંપનીએ પાઈપલાઈન ના ખાડાઓનુ પુરાણ વ્યવસ્થિત રીતે નહીં કરતાં ખેડુતોને શિયાળુ પાક નિષ્ફળ જાય તેવી સ્થિતિ ઉદ્ભવી છે જેના કારણે ખેડૂતો શિયાળાની નુકસાન પેટે વળતર ચુકવણી કરવા માટે માંગ કરી છે.