Jamnagar : ભુમાફિયા સામે પોલીસનું સચોટ ઓપરેશન

જામનગર જિલ્લામાં કેર વાર્તાવનાર જયેશ પટેલ જેવા ભુમાફિયાઓના સાગરીતોને પકડી જમીન કૌભાંડનો પર્દાફાશ જામનગર પોલીસ દ્વારા કરવામાં આવ્યો છે. શહેરમાં પહેલી વાર ગુજસીટોકના કાયદા હેઠળ કરવામાં આવી કાર્યવાહી.


છેલ્લા કેટલાય વર્ષોથી જામનગર જિલ્લામાં ભુમાફિયા અને અસામાજિક તત્વો દ્વારા કાળો કેર વાર્તાવવામાં આવી રહ્યો હતો જેના ભાગરૂપે આ બદીને જડમૂળમાંથી નસતેનાબૂદ કરવા અમદાવાદથી ખાસ કરીને તટસ્થ અને બાહોશ અધિકારી ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી દીપેન ભદ્રનની જિલ્લા પોલીસ અધિક્ષક તરીકે નિમણુંક કરવામાં આવી અને તેઓ દ્વારા ચાર્જ લેતાની સાથે જ પ્રથમ પોલીસ બેડામાં ફેરબદલ અને નિમણુંક અને ત્યાર બાદ ભુમાફિયા પર સિકંજો કસવાનું શરૂ કરી દેતા કરવામાં આવેલ ખાસ ગુપ્ત ઓપરેશન દ્વારા એક બાદ એક જમીન કૌભાંડમાં સંડોવાયેલ આરોપીને ઝબ્બે કરવામાં ટિમ કામે લાગી અને જામનગરની કુખ્યાત જમીન માફિયા જયેશ પટેલ અને તેની ગેંગ સામે કાર્યવાહી કરવાની તજવીજ ધરી હતી.


જામનગર પોલીસની પ્રથમ કાર્યવાહીમાં જ એસપી ભદ્રનની આગેવાની અને માર્ગદર્શન હેઠળ એલસીબી, એટીએસ, એસઓજી અને જામનગર પોલીસની ટિમ દ્વારા કરોડોની જમીન પચાવી પાડનાર આ ભુમાફિયાઓના સાગરીતો રઝાક સોપારી, અનવર ઉર્ફ અનિયો, એજાજ ઉર્ફે મામા અને જસપાલ જાડેજા જેવા કુખ્યાત આરોપીઓને ઝડપી પાડયા અને ધરપકડ કરી. આ તમામ સામે કોઈને કોઈ સામે જમીન કૌભાંડ, ખંડણી અને હત્યા, મારામારી, ફાયરિંગ જેવા અનેક ગુના નોંધાયેલા છે. આમ છેલ્લા પખવાડિયામાં જયેશ પટેલના અંદાજે 6 જેટલા સાગરીતોને ઝડપી પાડવામાં સફળતા મેળવી હતી.


ગાંધીનગર ખાતે સીએમ રૂપાણી અને ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા અને રાજ્યના ડીજીપી આશિષ ભાટિયાના સીધા સુપરવિઝન અને રેન્જ આઈજી સંદીપસિંહના માર્ગદર્શનને અનુસરીને આ કુખ્યાત ભુમાફિયા માટે ગુપ્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું અને એક બાદ એક નામ ખુલતા 14 વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો અને રેન્જ આઈજીની કાયદાકીય મંજૂરી સાથે આ આખા સિનિડીકેટ રેકેટમાં સંડોવાયેલ બિલ્ડર, કોર્પોરેટર, પૂર્વ પોલીસ કર્મી, વેપારી, ખાનગી નોકરી ધરાક જેવા લોકોના નામ ખુલતા તેમની ધરપકડ કરી કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં અતુલ ભંડેરી, વશરામ મિયાત્રા, નિલેશ ટોળીયા, મુકેશ અભંગી, પ્રવીણ ચોવટિયા, જીગર ઉર્ફે જિમ્મી આડતીયા, અનિલ પરમાર અને પ્રફુલ પોપટ ની અટકાયત કરવામાં આવી હતી અને તમામ પર શહેરમાં પ્રથમ વાર ગુજસીટોકના કાયદા મુજબ કાર્યવાહી કરવામાં આવી છે. આ તમામ આરોપીઓને એસપી ઓફીસ જામનગર ખાતે લાવવામાં આવ્યા હતા અને બાકી જેના નામ ખુલશે તેની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે જે નામો પોલીસે ગોપનીય રાખ્યા છે. ખાસ કરીને જે કલમ હેઠળ ગુનો નોંધાયો તેમાં 5 વર્ષથી આજીવન કારાવાસ સુધીની સજાની જોગવાઈ છે. આ આરોપીઓને રાજકોટની સ્પેશ્યલ કોર્ટમાં રજૂ કરવામાં આવશે અને રિમાન્ડ ની માંગણી કરાશે. રાજકોટ રેન્જ આઈજી સંદીપસિંહ અને એસપી દીપેન ભદ્રન દ્વારા પત્રકારો સમક્ષ આખા નેટવર્કનો પર્દાફાશ કરતા આખા કૌભાંડની પત્રકારોને માહિતી આપી હતી.