Jetpur : ત્રણ તાલુકા મથકો ઉપર કોરોના રસી આપવાની શરૂઆત

દેશ ભર કોરોના ની વેકસીન આપવા ની શરૂઆત થઈ છે, જેમાં રાજકોટ જિલ્લા ના 3 તાલુકા મથકો ઉપર રસી આપવા ની શરૂ થયું છે, જેતપુર માં સિવિલ હોસ્પિટલ માં કોરોના ની રસી આપવા માટે ખાસ રસી કરણ બુથ બનાવા માં આવ્યું હતું, જેમાં રસી કરણ ની નોંધણી થી શરૂ કરી ને રસી કરણ બાદ રેસ્ટ બૂથ સામેલ હતા, આજે ગુજરાત ના કેબિનેટ મિનિસ્ટર જયેશ રાદડિયા ના હાથે આ રસી કરણ ને ખુલ્લું મુકવા માં આવ્યું હતું એંન આ રસી કેન્દ્ર નું નિરીક્ષણ કરવા માં આવેલ, જિલ્લા ના 3 તાલુકા મથકો ઉપર પ્રથમ હરોળ ના જે કોરોના વોરીયર છે, તેને રસી આપનાર છે જેમાં સરકારી અને ખાનગી ડોકટરો ને રસી આપવા માં આવનાર છે, સાથે જે નર્સિંગ કર્મચારી ઓ છે તેને પણ આજે અહીં રસી નો પ્રથમ ડોઝ આપવા માં આવશે, જેતપુર માં 100 રસી નો પ્રથમ જથ્થો આપવા માં આવ્યો હતો જેમાં 94 જેટલા વ્યક્તિ ને આપનાર છે આ રસી આજે સવારે 11 : 30 શરૂ કરી ને સાંજ સુધી ચાલનાર છે એક વખત રસી આપી દીધા પછી રસી લેનાર નું 30 મિનિટ સુધી નિરીક્ષણ કરવા માં આવનાર છે અને ત્યાર બાદ જ તેને ઘરે જવા દેવા માં આવશે, રસી ના પ્રથમ ડોઝ બાદ 1 મહિના પછી બીજો ડોઝ આપવા માં આવશે