Jetpur : નવાગઢ વિસ્તારમાં મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું

જેતપુરના નવાગઢ વિસ્તારમાં સ્વ. કલ્પેશભાઈ વિઠ્ઠલભાઇ રાદડીયા ની આઠમી પૂણ્યતિથી નિમિત્તે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું
આજ રોજ શહેરના નવાગઢ વિસ્તારમાં જેતપુર શહેરમાં અનેક સામાજિક કાર્યો કરતી સંસ્થા jci જેતપુર તેમજ શ્રીનાથજી પ્રોસેસ ના સહયોગથી સ્વ. કલ્પેશ વિઠ્ઠલભાઈ રાદડિયાની આઠમી પૂણ્યતિથી નિમિત્તે નવાગઢ ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું
આ તકે બ્લડ ડોનેશન કેમ્પમાં રાજકોટ જિલ્લા સહકારી બેંકના ડિરેક્ટર લલીતભાઈ રાદડિયા તેમજ અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય કરીને આ બ્લડ ડોનેશન કેમ્પ ને ખુલો મૂકવામાં આવ્યો હતો
આ પ્રસંગને સફળ બનાવવા જેતપુર jci સંસ્થાના પ્રમુખ તેમજ સામાજિક કાર્યકર કલ્પેશ રાંક સહીત ના મિત્રોએ જહેમત ઉઠાવી હતી