Junagadh : એસ.ઓ.જી એ ચોરીના મોબાઈલનું વેચાણ કરનારને ઝડપી પાડ્યા

જૂનાગઢમાં આધાર પુરાવા વગરના ચોરીયાવ મોબાઈલનું વેચાણ કરનારા કાળો કારોબાર ચલાવનાર ને પકડી પાડતી જૂનાગઢ એસ.ઓ.જી
જૂનાગઢ શહેરમાં છેલ્લા ઘણા સમયથી લોકોના મોબાઈલ ફોન ચોરી થવાના અને ગુમ થવાના કે કોઈપણ જગ્યાએ મોબાઈલ પડી જવાના બનાવો વધ્યા બાદ આવા મોબાઈલ ફોન શોધી મૂળ માલિકને પરત મળી રહે તે એસપી રવિ તેજા વાસમશેટ્ટીની સૂચના અને માર્ગદર્શન મુજબ એક ખાસ ઝુંબેશ અંતર્ગત
એસ.ઓ.જી પી.આઈ એચ.આઈ ભાટી અને પી.એસ.આઈ જે.એમ વાળા તેમજ સાયબર ક્રાઇમ સેલના પ્રયાસોથી એસ ઓજી સ્ટાફે બાતમીના આધારે શહેરના એમજી રોડ પર આવેલા ક્રિસ્ટલ એપાર્ટમેન્ટમાં રાજ મોબાઇલનામની દુકાનનો સંચાલક અને શહેરના જમાલવાડી વિસ્તારમાં રહેતો કાજીમ મહંમદ રાજસુમરા નામનો 26 વર્ષીય યુવાન કોઈપણ આધાર પુરાવા વગરના તેમજ ગેરકાયદેસર રીતે મોબાઈલો મેળવી વેચાણ કરતો હતો પોલિસ રેડ દરમ્યાન કોઈપણ આધાર પુરાવા વગરના અલગ અલગ કંપનીના 504 મોબાઈલ ફોન તેમજ એક લેપટોપ સાથે આરોપીને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી આરોપી પાસેથી વિવો,ઓપો,આઈફોન,સેમસંગ,રેડમી,રિયલમી, લાવા અને ટેકનો જેવી ઊંચી કંપનીના મોબાઈલ ફોન મળી આવ્યા હતા તેમજ ડેલ કંપનીનું 20 હજાર રૂપિયાની કિંમતનું એક લેપટોપ સહિત કુલ 28 લાખ જેટલા રૂપિયાનો મુદામાલ પોલિસે કબજે કર્યો હતો પોલીસે કરેલી આરોપીની પૂછપરછ દરમ્યાન જાણવા મળ્યું હતું કે આરોપીએ એક વર્ષ દરમ્યાન ગોંડલના દેવીપૂજક અજય ,સની, અને ધુનાબેન નામની મહિલા પાસેથી ચોરોના મોબાઈલો સસ્તા ભાવમાં મેળવી લેપટોપ વડે મોબાઈલના લોક ખોલી સ્પેરપાર્ટ્સ,અલગ કરી અન્ય દુકાનદારોને છૂટક વેચાણ કરતો હતો આમ સાહેતમાં છેલ્લા ઘણા સમયથી ચાલતું ચોરીના મોબાઈલોનું એસેમ્બલિંગ કરી તેમજ સ્પેરપાર્ટ્સ સહિત ચીજ વસ્તુઓનું ગેરકાયદેસર વેચાણ કરનારનો પરદાફાસ કર્યો હતો.