Junagadh : ક્રાઈમ બ્રાન્ચે ચડ્ડી-બનિયાનધારી ગેંગનો ઝડપી પાડ્યા

જૂનાગઢ ક્રાઈમ બ્રાન્ચે ચડ્ડી-બનિયાનધારી ગેંગનો ઝડપી પાડી અને ૮ લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો છે
ગુજરાતની મોસ્ટ લિસ્ટેડ ચડ્ડી-બનિયાનધારી ગેંગનો પર્દાફાશ જુનાગઢ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવ્યું છે ચડ્ડી-બનિયાનધારી ગેંગના પાંચ તોડ બાઝો ને ઝડપી પાડયા અને અનેક ગુનાઓનો ભેદ ઉકેલવા પોલીસને સફળતા મળી છે જુનાગઢ ક્રાઈમ બ્રાન્ચે સોના ચાંદીના દાગીના રૂ.૬,૭૯,૫૪૫ સહિત રૂ.૮,૮૬,૩૨૫ નો મુદ્દામાલ કબ્જે કર્યો ને ચડ્ડી-બનિયાનધારી ગેંગ પાસે થી ગુજરાતના ૪૦થી વધુ ગુનાઓનો ભેદ ઉકેલયા પોલીસે મુખ્ય સૂત્રધાર નરેશ કનુભાઇ રાંગાભાઇ ડામોર સહિત દાહોદ જિલ્લાના રહેવાસી પાંચ શખ્સોને ઝડપી પાડયા છે
જૂનાગઢ જિલ્લા પોલીસ વડા ના જણાવ્યા મુજબ આ ગેંગ દાહોદ જિલ્લાની છે અને બસ મારફત બીજા જિલ્લાઓમાં જઈ બંધ મકાનો ની અંદર ચોરી કરતા હતા ત્યારે આ ગેંગનો પર્દાફાશ જૂનાગઢ જિલ્લાના પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી ના માર્ગદર્શન હેઠળ એલસીબી ના ઇન્ચાર્જ પીઆઇ આર કે ગોહિલ પીએસઆઇ ડી.જી બડવા સહિતના સ્ટાફે ચડ્ડી-બનિયાનધારી ગેંગનો ને ઝડપી પાડી ને આગળની કાર્યવાહી હાથ ધરી છે