Junagadh : બહુજન સમાજ પાર્ટીની સંગઠન ને મજબૂત કરવા મીટીંગ યોજાઇ

જૂનાગઢ જિલ્લા બહુજન સમાજ પાર્ટીની સંગઠન ને મજબૂત અને જિલ્લા પંચાયત ,તાલુકા પંચાયતની ચૂંટણીની રણનીતિ નક્કી કરવામાં આવી સર્કિટ હાઉસ ખાતે મીટીંગ યોજાઇ હતી.
જેમાં જિલ્લા તાલુકા વિધાનસભા અને સેક્ટરના જવાબદાર પદાધિકારીઓ હાજર રહ્યા હતા. જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીની રણનીતિ નક્કી કરવામાં આવી હતી. બસપાના જવાબદાર કાર્યકર્તાઓ અને પદાધિકારીઓ વચ્ચે સંગઠન માળખાની રચના પણ કરવામાં આવી હતી. પ્રદેશ જોન કોડિનેટર ડોક્ટર જયંતીભાઈ માકડીયા ની અધ્યક્ષતામાં આ મીટીંગ સંપન્ન થઇ હતી. જેમાં ઉપસ્થિત કાર્યકર્તાઓએ આગામી ચૂંટણીમાં વિજય શરૂઆત ના જય ઘોષ સાથે નિષ્ઠાપૂર્વક બહુજન સમાજ પાર્ટીના ઉમેદવારોને જીતડવાની નેમ લીધી હતી. આ મિટિંગમાં બહુજન સમાજ પાર્ટીના જિલ્લા સંગઠન માળખાને નીચે પ્રમાણે રચના કરવામાં આવી હતી. પ્રમુખ તરીકે જેન્તીભાઈ સોલંકી જિલ્લા પ્રભારી હસમુખભાઈ મકવાણા ઉપપ્રમુખ દેવદાન મુછડીયા લોકસભા પ્રભારી દેવેનભાઈ વાણવી જિલ્લા મહામંત્રી રજનીકાંત મણવર જિલ્લા સચિવ વિજય માકડીયા સૂર્યકાંત માકડીયા સામતભાઈ ચુડાસમા જિલ્લા ખજાનચી ખીમજી ભાઈ રાઠોડ સંગઠન મંત્રી રસિકભાઈ ખાવડુ તથા ભાઈચારા કમિટીના પ્રતિનિધિ ભોદા ભાઈ સુત્રેજા. તથા તમામ વિધાનસભાઓના પ્રભારીઓની પણ કરવામાં આવી હતી જેમાં કેશોદ માંગરોળ ના જયંતીભાઈ પરમાર માળિયા માંગરોળ વજુભાઈ જાદવ વંથલી માણાવદર મેંદરડા મગનભાઈ માકડીયા ભેસાણ વિસાવદર અરવિંદભાઈ ચૌહાણ અને જુનાગઢ ગોરખ ભાઈ કાબા આ તમામ કાર્યકર્તાઓની તથા પદાધિકારીઓની વરણી સર્વાનુમતે કરવામાં આવી હતી. આ મિટિંગમાં સફળ બનાવવા જિલ્લા પ્રભારી જિલ્લા અધ્યક્ષ અને બી.વી.એફ ની પુરી ટીમે જહેમત ઉઠાવી હતી.