Katchh : જનજાગૃતિ ફેલાવવા માટેના રથનું ભુજમાં પ્રસ્થાન કરાવાયું

આગામી શનિવારથી કોરોના રસીકરણ શરૂ થવાનું છે ત્યારે જનજાગૃતિ ફેલાવવા માટેના રથનું આજે ભુજમાં પ્રસ્થાન કરાવાયું હતું આ કોરોના વેકસીન જનજાગૃતિ રથ કચ્છ લોકસભા વિસ્તાર ક્ચ્છ અને મોરબીમાં ફરશે
નિર્માણ ટ્રસ્ટના સૌજન્યથી કોરોના વેક્સિન જન જાગૃતિ અભિયાન રથ આજથી ક્ચ્છ - મોરબી મત વિસ્તારમાં ફરશે પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર પાટીલે જન જાગૃતિ અભિયાન રથનું વર્ચુયલ પ્રસ્થાન કરાવ્યું હતું.સુરક્ષા અને બીમારી નો પ્રસાર સીમિત કરવા માટે કોવિડ – 19 માટે સરકાર ની ગાઈડ લાઇન ના અમલ અને વેકસીન લેવાની ખાસ જરૂરત ને ધ્યાનમાં રાખી સાંસદ વિનોદભાઇ ચાવડાની પ્રેરણાથી વિનોદ ચાવડા ફેન કલબ ભુજ અને સમાજ નવ નિર્માણ ટ્રસ્ટ ના સૌજન્યથી કોરોના વેક્સિન જન જાગૃતિ અભિયાન અંતર્ગત કોરોના મહામારી નેસ્ત નાબૂદ થાય ત્યાં સુધી જન જાગૃતિ રથ કચ્છના દરેક તાલુકા અને માળીયા મોરબી વિસ્તારમાં ફરતો રહેશે. દરેક જણ કોરોના રસીનો લાભ લે તેવી અપીલ સાંસદ વિનોદ ચાવડાએ કરી હતી, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીનો દિઘ્ર દ્રષ્ટિ સમયસરના પગલાને કારણે વૈશ્વિક મહામારી કોરોના સામે ભારતે જંગ જીત્યો છે. હવે તેને નેસ્ત નાબુદ કરવા વેકસીન આવેલ છે. તેનો લાભ દરેક જન જન સુધી પહોંચવા સરકારે પગલાં લીધા છે. ૧૬ મી જાન્યુઆરીથી રસી આપવાનું શરૂ થશે “આત્મ નિર્ભર ભારત” ની યોજના અંતર્ગત ભારતમાં રસી બની છે ભુજના સર્કિટ હાઉસ ખાતે આ રથને લીલીઝંડી અપાઈ હતી