Hazira : શું હઝીરામાં ટ્રક ચાલકો ની હડતાલ ચાલે છે ?

શું હઝીરા માં ટ્રક ચાલકો ની હડતાલ ચાલે છે?
ઉપરોકત ફોટોગ્રાફ અને વિડિઓ જોય ને બહાર થી આવતા કોઈ પણ આગંતુકને પેહલી નજર માં ઉદ્ભવતો સવાલ આજ હોય શકે. પરંતુ ઘટના ની વાસ્તવિકતા કંઈક જુદી જ છે. આ દરેક વિડિઓ એ વાત ની સાક્ષી પુરે છે કે સ્થાનિક હઝીરા વિસ્તાર ના લોકો ની સમસ્યાનું નિવારણ કરવામાં પ્રશાશન અને સ્થાનિક તંત્ર કેટલું ખાડે ગયેલું છે. વિશેષમાં સુરત ના હઝીરા વિસ્તાર એ દેશ કે ગુજરાત નો સૌથી મોટા મહાકાય ઉદ્યોગો થી ધમધમતો એક વિસ્તાર,કે જ્યાં Reliance,Kribhco,NTPC,L&t ,AM/NS,Adani પોર્ટ જેવા એકમો આવેલા છે. જે ગામોની નજીક આવા એકમો આવેલા હોય તો સ્વાભાવિક રીતે લોકો ના માણસ પટ પર વિચાર આવે કે વિસ્તાર ના લોકો કેટલા સુખી અને નસીબદાર હશે !
સુરત હઝીરા વિસ્તાર એટલે ઓઢીયોધિક વિસ્તાર જ્યાં મહાકાય ખાનગી કંપની ઓ આવેલી છે પરંતુ હકીકત છે કે ઉદ્યોગોની સાથે હઝીરા વિસ્તાર કે વિસ્તાર ના રહેવાસી નો વિકાસ તો બાજુ પર રહી ગયો પરંતુ સ્થાનિક લોકો નું રોજીંદુ જીવન પણ દોજખ બની ગયું છે રોજગારી,પ્રદુષણ, આરોગ્ય ને લગતી સવલતો ,માટે છાસવારે આંદોલન કરતો આ વિસ્તાર ઉદ્યોગો ના ફળરૂપે સામનો કરી રહેલ સમસ્યા એટલે "સર્વિસ રોડ પર મહાકાય વાહનોનું ગેરકાયદેસર પાર્કિંગ "
દિવસ કે રાત નો કોઈ પણ સમય પકડી લો ,મૈન રોડ ની બાજુ માં બનાવ માં આવેલ સર્વિસ રોડ કંપની માં આવતા વાહનો માટે ફ્રી પાર્કિંગ ની ગરજ સારે છે.છાસવારે રોડ અકસ્માત ના બનાવો સ્થાનિકો માટે સામાન્ય બની રહ્યા છે ,કેટલાય પરિવારે ઘર નો મોભી તો કેટલાય પરિવારે બુઢાપા ના સહારા જેવા દીકરા તંત્ર ના ઉદાસીન વલણ ને લીધે ગુમાવા પડ્યા છે .નેશનલ હાઈવે ઑથોરિટી ને વારંવાર ની રજુઆત તેમ છતાં આંખ આડા કાં ની નીતિ ખરે ખર ઘણું બધું કહી જાય છે .અધૂરા માં પૂરું સ્પીડ બ્રેકર બનાવની પણ તસ્દી લેવામાં આવી રહી નથી.
સ્થાનિક પોલીસ તંત્ર પણ જાણે ખાલી દંડ વસૂલવા માટે જ વિસ્તાર માં આવી હોય એમ સવાર-સાંજ વાહન ચાલકો નો શિકાર કરે છે ,જો કાયદા નું પાલન કરાવવું જ હોય તો આ ગેર કાયદેસર પાર્કિંગ પર કોઈ કાયદો નથી લાગતો ? શુ બધા ખાલી સામાન્ય નાગરિક માટે છે..?
અંતે ,ગેરકાયદેસર પાર્કિંગ નું દુષણ નાબૂદ કરીને સર્વિસ રોડ ખુલ્લો ના થાય તો ઉદ્યોગો અને તંત્ર હઝીરા વિસ્તાર ના નાગરિકો નું કોઈ આંદોલન ના જોય તો જ નવાઈ !!!