Khedbramha : કરોનાને લીધે અસ્થિ વિસર્જન પર પ્રતિબંધ લગાવ્યો

યાત્રાધામ ખેડબ્રહ્મા ખાતે ત્રિવેણી સંગમ સ્થાન હરણાવ નદીમાં કારતક સુદ પુનમે અસ્થિ વિસર્જન કરવા પર આ વષેઁ કોરોનાની મહામારીને લીધે સાબરકાંઠા જીલ્લા કલેક્ટર દ્વારા પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.
કોરોના વાયરસને WHO દ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરવામાં આવેલ છે જેને લઈને યાત્રાધામ ખેડબ્રહ્માના ભૃગુરુષી મહાદેવ મંદિર પાસે આવેલ ત્રિવેણી સંગમ સ્થાન હરણાવ નદીમાં દર વષેઁ કારતક સુદ પુનમે વિવિધ સમાજના લોકો પોતાના મૃત સ્વજનોના અસ્થિ વિસર્જન કરવા માટે આવે છે પણ આ વખતે તા. 28 થી 30 નવેમ્બર સુધી અસ્થિ વિસર્જન કરવા પર સાબરકાંઠા જીલ્લા કલેક્ટર સી.જે.પટેલ દ્વારા પ્રતિબંધ ફરમાવતાં નાગરીકોને તાકીદ કરાઈ છે.
લોકવાયકા મુજબ યાત્રાધામ ખેડબ્રહ્માના ભૃગુરુષી મહાદેવ મંદિર પાસે ત્રિવેણી સંગમ સ્થાન હરણાવ નદીમાં નાગધરો આવેલ છે. જેમાં દર વષેઁ કારતક સુદ પુનમના દિવસે ગંગાધરા પ્રગટ થાય છે જે માટે સાબરકાંઠા ઉપરાંત બનાસકાંઠા જીલ્લા તેમજ મુંબઈ, વડોદરા, અમદાવાદ તેમજ પડોશી રાજસ્થાનથી વિવિધ સમાજના લોકો આ દિવસે પોતાના મૃત સ્વજનોના અસ્થિ વિસર્જન અને તપઁણવિધી માટે આવે છે તેમજ મોટો મેળો પણ ભરાય છે. આ દિવસે ગંગાધરા પ્રગટ થતી હોવાથી અસ્થિ વિસર્જન કરીને ગંગાજીમાં પધરાવવા જેટલુ પુણ્ય મળે છે અને મૃતક મોક્ષ પામે છે તેવુ પુરાણો મુજબની લોકવાયકા છે. પણ આ વષેઁ સાબરકાંઠા જીલ્લા કલેક્ટર દ્વારા કોરોનાની મહામારીને ધ્યાને લઈને પ્રતિબંધ ફરમાવ્યો છે.