Khedbramha : પ્રાન્ત અધિકારી એચ.યુ.શાહના અધ્યક્ષ સ્થાને વેપારી મહામંડળની બેઠક

રાજયમાં દિનપ્રતિદિન કોરોના ના કેસની સંખ્યા વધતાં તેની અગમચેતીના પગલારુપે ખેડબ્રહ્મા પ્રાન્ત અધિકારીએ તાત્કાલીક ધોરણે ખેડબ્રહ્મા વહેપારી મહામંડળની તાકીદની મિટીંગ બોલાવીને કોરોના સંક્રમણને વધતો અટકાવી શકાય તે માટે વિવિધ પ્રતિનિધિઓ સાથે વિચાર વિમર્શ કયોઁ હતો અને માસ્ક પહેરવાની અપીલ કરવામાં આવી હતી.
વીદિવાળીના તહેવારો બાદ રાજયમાં દિનપ્રતિદિન કોરોનાના કેસો વધતા જાય છે તેના અનુસંધાને ખેડબ્રહ્મા પ્રાન્ત અધિકારી એચ.યુ.શાહના અધ્યક્ષ સ્થાને ખેડબ્રહ્મા શહેર વહેપારી મહામંડળની તાકીદની મિટીંગ બોલાવી હતી. જેમાં વિવિધ વહેપારી એસોસિયેશનના પ્રતિનિધિ ઉપસ્થિત રહ્યા હતા અને કોરોના સંક્રમણને ધવતો અટકાવવા માટે પરામર્શ કયોઁ હતો. જેમાં પ્રાન્ત અધિકારીએ સોશીયલ ડીસ્ટન્સ, માસ્ક તથા સેનેટાઈઝરનો ઉપયોગ ફરજીયાત કરવા જણાવાયુ હતુ. વધુમાં જણાવ્યુ હતુ કે ખેડબ્રહ્મા શહેરના વહેપારીઓને અલગ અલગ દિવસે બોલાવીને કોરોનાના ટેસ્ટનો બીજો રાઉન્ડ શરુ કરવા જણાવ્યુ હતુ અને વહેપારીઓએ સંમતી પણ આપી હતી. અને પોલીસને પણ તાકીદ કરાઈ હતી કે જે પણ લોકો માસ્ક વગર દેખાય તેમની પાસેથી દંડ વસુલવા આદેશ કરાયો હતો.
આ મિટીંગમાં તાલુકા આરોગ્ય વિભાગના ડૉક્ટર, પીએસઆઈ વિશાલ પટેલ, નગરપાલિકાના ચીફ ઓફિસર કલ્પેશ ભટ્ટ તથા તથા વિવિધ વહેપારી એસોસિયેશનના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.