Maliyahatina : ગીરના જંગલમાં કુદરતી રીતે ચમેલી બોરના વૃક્ષ ઉગી નીકળ્યા

માળીયાહાટીના ગીરના જંગલમાં કુદરતી રીતે ચમેલી બોરના વૃક્ષ ઉગી પડે છે હાલ આ વૃક્ષમા લૂમેઝૂમે ચમેલી બોરની આવક થતા લોકો બોરનો સ્વાદ ચાખી રહ્યા છે
માળીયાહાટીના ગીર જંગલમાં અને પ્રકારના વનસ્પતિના વૃક્ષો પણ આવેલા છે જે લોકોના સ્વાસ્થ્યને પણ ખૂબ જ ઉપયોગી છે તેમજ ફળોના વૃક્ષ હોવાના કારણે મધ્યમ વર્ગના પરિવારો રોજી-રોટી પણ મેળવી રહ્યા છે ત્યારે હાલ માળીયાહાટીના ગીરના જંગલમાં કુદરતી રીતે ઉગતા બોરડીના વૃક્ષમાં વિપુલ માત્રામાં ફળોની આવક થતા લોકો નાના ભૂલકાઓ સાથે જંગલમાં બોરનો સ્વાદ ચાખવા ઉમટી પડે છે આ વર્ષે સારા અનુકૂળ હવામાનના કારણે બોરડીના વૃક્ષ માં ચમેલી બોર ની આવક થતા લોકો જંગલ વિસ્તારમાં કુદરતી રીતે પાકતા બોરનો સ્વાદ ચાખવા હજારોની સંખ્યામાં ઉમટી પડે છે ત્યારે બીજી બાજુ મધ્યમ અને ગરીબ પરિવારના લોકો વિના મૂલ્યે ગીરના જંગલમાંથી બોર ઉતારી આવી બજારમાં વેચાણ કરી પોતાનું ભરણપોષણ કરી રહ્યા છે કુદરતે પણ માનવજીવન ઉપર ખૂબ જ તારી મહેર કરી છે ગરીબ પરિવારોને રોજીરોટી મળી રહે તેવી ખૂબ સારી વ્યવસ્થા કુદરતે કરી છે