Mandvi : ખેડૂતો માટે ઉપયોગી સિંચાઇ યોજનાનું ખાતમુહૂર્ત કરાયું

માંડવી અને માંગરોળ તાલુકાના ખેડૂતો માટે ઉપયોગી સિંચાઇ યોજનાનું મુખ્યમંત્રીના હસ્તે ખાતમુહૂર્ત કરાયું 570 કરોડ ના ખર્ચે કાકરાપાર,ગોરધા વડ ઉદવહન યોજના 89 ગામો માટે આશીર્વાદ રૂપ સાબિત થશે..
સુરત જિલ્લાના છેવાડે આવેલા ટ્રાયબલ તાલુકાના ખેડૂતો સિંચાઇના પાણી ને લઈ ને વર્ષોથી રજુઆત કરતા આવ્યા છે.ત્યારે રાજ્ય સરકારે માંડવી અને માંગરોળ તાલુકાના 89 ગામોની 49500 એકર જમીનમાં સિંચાઇનું પાણી મળશે.જેને લઈને ખેડૂતોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો.આ કાકરાપાર,ગોળધા ઉદવહન પાઇપલાઇન યોજના 570 કરોડ રૂપિયાના ખર્ચે બનશે..જેનું ખાર્ટમુહરત માંડવીના સઠવાવ ગામે રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.આ ખાતમુહરત પ્રસંગે કેબિનેટ મંત્રી ગણપત વસાવા,સાંસદ પ્રભુ વસાવા,ધારાસભ્યો,સિંચાઈ વિભાગના અધિકારીઓ સહિતના સ્થાનિકો હજાર રહ્યા હતા.ખાસ તો કોરોના મહામારીના પગલે સોસીયલ ડિસ્ટનસનું પાલન કરવામાં આવ્યું હતું.