Morbi : પેટા ચુંટણીને લઇ ભાજપ દ્વારા પ્રચાર અભિયાન પુરજોશમાં

મોદી અને રૂપાણીના હાથ વધુ મજબૂત કરવા બ્રિજેશ મેરજાને મત આપજો : કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા
મોરબી પેટા ચુંટણીનો જંગ જીતવા માટે ભાજપ દ્વારા પુરજોશમાં પ્રચાર અભિયાન ચાલી રહ્યું છે અને સ્ટાર પ્રચારકોની ફોજ મેદાને ઉતારી છે જેમાં આજે મોરબીના મહેન્દ્રનગર ગામની સભામાં કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયા પહોંચ્યા હતા સભામાં ભાજપ ઉમેદવાર બ્રિજેશ મેરજા, પૂર્વ ધારાસભ્ય કાન્તીભાઈ અમૃતિયા સહિતના અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા
કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાએ પેટા ચુંટણી શા માટે મહત્વની છે તે સમજાવ્યું હતું આ ચુંટણી મોરબીવાસીઓ માટે ભલે પેટા ચુંટણી હોય પરંતુ દેશ અને ભાજપ માટે બહુ મહત્વપૂર્ણ છે બ્રિજેશભાઈ જયારે રાજીનામું આપવાનું નક્કી કર્યું હતું ત્યારે બ્રિજેશભાઈનો સંપર્ક કરી તેને પૂછ્યું હતું કે શું તમે નરેન્દ્ર મોદીના હાથ મજબુત બનાવવા માંગો છો દેશના વડાપ્રધાન જે પાડોશીને આંખ પણ બતાવી સકે છે અને એર સ્ટ્રાઈક કે સર્જીકલ સ્ટ્રાઈક કરવાની પણ હિમત ધરાવે છે દેશના વિકાસમાં સહભાગી બનવા બ્રિજેશભાઈ ભાજપમાં જોડાયા છે જેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને વધુ મજબુત બનાવી ભારતને પરમ વૈભવના શિખર સુધી પહોંચાડવા કટિબદ્ધ છે પેટા ચુંટણીનું મહત્વ પણ એટલું જ છે કારણકે લોકસભામાંથી ખરડો પસાર થયા બાદ રાજ્યસભામાંથી મંજુર કરાવવો પડે છે અને રાજ્યસભા સાંસદ ધારાસભ્ય ચૂંટી મોકલે છે જેથી મોરબીની જનતા બ્રિજેશભાઈ મેરજાને વિજયી બનાવી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હાથ મજબુત બનાવવા હાકલ કરી હતી અને મતદારો ભાજપ ઉમેદવારને જંગી લીડથી વિજયી બનાવે તેવી અપીલ કરી હતી