Navsari : આર.આર સેલની ટીમે કેમીકલ ચોરીના રેકેટનો કર્યો પર્દાફાશ

નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના નેશનલ હાઈવે નંબર- 48 પર આવેલા સુથવાડ ગામે કેમીકલ ચોરીના રેકેટનો રેન્જ આઈજીની આર આર સેલની ટીમે પર્દાફાશ કરી 1 કરોડ 35 લાખનો મુ્દ્દામાલ જપ્ત કર્યો છે.
નેશનલ હાઈવે પર રાત્રીના સમયે લાંબા અંતરના વાહનોમાથી ચોરીના બનાવો વારંવાર સામે આવતા હોય છે જેમા સુરત રેન્જ આઈજીની ટીમે કેમીકલ ચોરીના રેકેટનો પર્દાફાર્શ કર્યો છે. જેમા સેલવાસ જઈ રહેલુ મોનો ઈથાઈલ ગ્લાઈકોલ નામનુ કેમીકલ જે કેમીકલ પ્રોસેસ મા વપરાય છે જેને વહન કરતા ડ્રાઈવર અને કંડકટરના મેળાપીપણામા બહારોબહાર સગેવગે કરવાના રેકેટનો બાતમીના આધારે રેન્જ આઈજી ની ટીમે રેડ કરી હતી જેમા ચાર આરોપીઓની ધરપકડ કરી છે આરોપીઓ કેમીકલના નાના બેરલમા ભરીને જીતુભાઈ નામના મુખ્ય આરોપીને પહોંચાડતા હતા અને બહાર વેચાણ કરતા હતા પોલીસે 4 આરોપીઓની અટકાયત કરી છે જ્યારે મુખ્ય બે આરોપીઓને ભાગેડુ જાહેર કર્યા છે