Navsari : કિસાન કોંગ્રેસ સમિતિ દ્વારા વહીવટી તંત્રને આવેદન પત્ર અપાયું

નવસારી જિલ્લા કિસાન કોંગ્રેસ સમિતિ દ્વારા આજ રોજ કિસાનો ના હિત માં આવેદન પત્ર જિલ્લા વહીવટી તંત્ર ને સોંપ્યું
સમગ્ર ગુજરાત રાજ્ય અને નવસારી જિલ્લા માં આ વર્ષેએ અતિ ભારે વરસાદ ના લીધે ખેડૂતો ને ભારે નુકસાન વેઠવા નો વારો આવ્યો છે તયારે નવસારી જિલ્લા માં ઉભા પાક અને શાકભાજી ને પણ મોટા પ્રમાણ માં નુકસાન થયું છે રાજ્ય સરકાર દ્વારા 3.700 કરોડ ની સહાય નું પેકેજ જાહેર કર્યું ખેડૂતો માટે પણ નવસારી જિલ્લા માં માત્ર જલાલપોર તાલુકા નો જ સમાવેશ કરવા આવ્યો છે નવસારી જિલ્લા માં ગણદેવી,ચીખલી,ખેરગામ,વાંસદા અને નવસારી માં પણ મોટા પ્રમાણ માં ખેતી ને નુકસાન થયું છે આ તાલુકાઓ માં ખેતી વાડી સાથે સંકળાયેલા ખેત મજુરને પણ મુશ્કેલી નો સામનો કરવો પડે છે તેથી નવસારી જિલ્લા કિસાન કોંગ્રેસ સમિત દ્વારા રાજ્ય સરકાર અને જિલ્લા વહીવટી તંત્ર ને આવેદન આપવા માં આવ્યું અને રાજ્ય સરકાર દ્વારા નવસારી જિલ્લા ના બીજા પણ તાલુકાઓ ને ખેડૂતોને પણ સહાય મળે તેવા ઉદેશ થી આવેદન આપ્યું