Navsari : ચીકુ ગણદેવી વિભાગના ખેડુતો માટે આશીર્વાદરુપ રોકડીયો પાક

નવસારી જિલ્લાના અમસાડી ચીકુ દેશભરમા જાણીતા છે જેમા કોરોના કાળમા ચીકુ પકવતા ખેડુતોએ ભયંકર નુકશાનીનો સામનો કરવો પડ્યો હતો હવે નવી સીઝનની શરુઆત થઈ રહી છે વાતાવરણની અનિયમિતતા અને નિકાસની સમસ્યાઓ ખેડુતોને સારા ભાવો મળશે કે કેમ તે પ્રશ્ન સતાવી રહ્યો છે...
ચીકુ એ નવસારી જિલ્લાના ગણદેવી વિભાગના ખેડુતો માટે આશીર્વાદરુપ રોકડીયો પાક છે 100 વર્ષથી વધુ સમયથી ચીકુની ખેતીમા ખેડુતોની પારંગતતા છે જેના કારણે ચીકુના ફળોની ગુણવતા અને ચીકુના ઝાડોનુ જતનના કારણે ખેડુતોને ચીકુના સારા ફળોનો ઊતારો કરે છે નવસારી જિલ્લામા પાકતા ચીકુનુ ઊતરભારતના રાજ્યોમા નિકાસ કરવામા આવે છે જેના કારણે ખેડુતોને સારા ભાવો મળે છે લોકલ માર્કેટમા ભાવો ઓછા મળતા હોય છે જેના માટે સહકારી તેમજ ખાનગી ધોરણે નિકાસની વ્યવસ્થા ગોઠવવામા આવી છે જે ખેડુતો માટે આશીર્વાદરુપ છે છેલ્લા 6 માસથી ખેડુતો ચીકુના પાકમા ખોટનો સામનો કરવા મજબુર બન્યા છે તેવા સમયે નવી સીઝનની શરુઆત થવા જઈ રહી છે ત્યારે નિકાસ થશે કે કેમ અને સારા ભાવો મળશે કે કેમ તે પર્શ્ન સતાવી રહ્યો છે...
 અત્યાર સુધીમા બે ત્રણ વખત પાકની ઊતરણી  થઈ જાય છે પરંતુ હજુ ઊતરણી થઈ નથી હવે સીઝન શરુ થવાની છે લેટ ફ્લાવરીંગ થયુ છે કેરી અને ચીકુની સીઝન સાથે ચાલે એટલે માર પડે એવી સ્થિતિ છે
ચીકુ એ દક્ષિણ ગુજરાતનો આશાસ્પદ પાક છે ફ્લાવરીંગ મોડુ થયુ છે તેવા થોડુ નુકશાન થાય છે ફળો સારા પરંતુ મોડા ફળો આવવાના કારણે ખેડુતોને સારા ભાવો મળે તેના માટે સહકારી મંડળીઓ મહેનત કરી રહી છે અને કૃષિ યુનિવર્સીટીએ પણ ત્રણ ટાઈમ ખાતર આપવાની છે પધ્ધતિ પણ અપનાવવા માટે સલાહ આપવામા આવી છે.
ચીકુ ના પાક ચોમાસા બાદ વહેલો બજારમા આવતો હોય છે જેના કારણે ચીકુના સારા ભાવો મળતા હોય છે પરંતુ ચાલુ વર્ષે મોડુ ફ્લાવરીંગ અને ફ્રુટ સેટીંગ મોડુ થવાના કારણે ચીકુનો પાક મોડો અને ઓછો ઊતરવાની ભીતી સતાવી રહી છે