Navsari : સુરત-બાંદ્રા સ્પેશિયલ ટ્રેનનું નવસારીમાં સ્ટોપેજ આપવામાં આવ્યું

સુરત-બાંદ્રા સ્પેશિયલ ટ્રેનનું નવસારીમાં સ્ટોપેજ આપવામાં આવ્યું છે લોકમાંગના લીધે રેલવે દ્વારા લેવાયો નિર્ણય
પશ્ચિમ રેલવે દ્વારા સુરત-બાંદ્રા સ્પેશિયલ ટ્રેન શરૂ કરવામાં આવી રહી છે. જે ટ્રેનને નવસારી સ્ટોપેજ અપાયું છે.
દેશમાં કોરોનાની મહામારીને પગલે તમામ ટ્રેનો બંધ કરવામાં આવી હતી. જોકે ત્યારબાદ સરકારની ગાઇડલાઇન મુજબ ધીમેધીમે રેલ વ્યવહાર શરૂ કરવામાં આવ્યો હતો. જેમાં પશ્ચિમ રેલવે દ્વારા શનિવારથી વધુ એક ટ્રેન દોડાવવાનું નક્કી કરવામાં આવ્યું છે. જે ટ્રેન સુરત-બાંદ્રા સુધી દોડશે. જયારે આ ટ્રેનને નવસારી સ્ટોપેજ આપવામાં આવ્યું છે. આ ટ્રેન સાથે જ લોકડાઉન બાદ નવસારીમાં 42 ટ્રેનોને સ્ટોપેજ આપવામાં આવ્યું છે. જોકે સુરત-બાંદ્રા સ્પેશિયલ ટ્રેનમાં મુસાફરી કરવા માટે મુસાફરોએ રિઝર્વેશન કરાવવું જરૂરી છે. રિઝર્વેશન વિનાની ટિકિટ સાથે આ ટ્રેનમાં મુસાફરી થઈ શકશે નહીં. આ ટ્રેન શરૂ થતા જ સુરત અને નવસારીના વેપારીઓને લ્હાવો મળશે.