ચલથાણ : રાજ્યભરમાં વધી રહેલા કોરોના કેસોને લઇને ભયનો માહોલ સર્જાયો

રાજ્યભરમાં વધી રહેલા કોરોના કેસો ને લઇને ભયનો માહોલ સર્જાયો છે સુરત શહેર સહિત ગ્રામ્યમાં પણ વૈશ્વિક મહામારી સામે કોવિડ દર્દીઓ તથાં તબીબો બાથ ભીડી રહ્યાં છે ત્યારે કોરોના સંક્રમીટ દર્દીઓની પડખે ચણોતરીયા લેઉવા પાટીદાર સમાજ આગળ આવ્યો હતો પલસાણા તાલુકાનાં ગંગાધરા ખાતે આવેલ સમાજનાં સાંસ્કૃતિક હોલમાં ૫૬ બેડ સાથેનું આઈસોલેશન સેન્ટર શરૂ કરવામાં આવ્યું હતું.
રાજ્યભરમાં કોરોના ની બીજી લહેર અત્યંત ઘાતક રૂપ સાબિત થઇ છે ત્યારે સુરત શહેર તેમજ જિલ્લામાં પણ કોરોના સંક્રમીત દર્દીઓની વધતી જતી સંખ્યા ચિંતા નિપજાવે તે સ્વાભાવિક છે હાલ તો કોવિડ દર્દીઓ તેમજ તેમની ચિકિત્સામાં જોતરાયેલા તબીબો પણ આ મહામારી સામે બાથ ભીડી રહ્યાં છે પરીસ્થિતિ ખુબ નાજુક હોય કોવિડ દર્દીઓને સ્વાસ્થ્ય સબંધીત સવલતો પ્રાપ્ય થાય તેને ધ્યાનમાં રાખીને અનેક સમાજ તેમજ સંસ્થાઓ આગળ આવી રહીં છે ત્યારે કોઈ પણ પરિવારમાં કોવિડ સંક્રમીત થયેલાં વ્યકિતઓ પરિવારના અન્ય વ્યક્તિઓને સંક્રમીત ન કરે તે પણ મહત્વનું બની રહે છે આ સમય દરેક પરિવાર માટે મુશ્કેલી ભર્યો રહે છે કોવિડ પેશન્ટ દ્વારા પરિવારનાં અન્ય સભ્યો ને સંક્રમણ નો ચેપ નહીં લાગે તેવો ભય પણ રહેતો હોય છે જેને કારણે કોવિડ દર્દીઓને પોતાનાં ઘરે આઈશોલેટ દરમિયાન પૂરતી સગવડો ઘણી વખત મળતી નથી જેમને કોરોન્ટાઇન દરમિયાન ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે આ તમામ સમસ્યાઓનું નિવારણ હેતું પલસાણા તાલુકાનાં ગંગાધરા ખાતે આવેલ ચણોતરીયા લેઉવા પાટીદાર સમાજનાં સાંસ્કૃતિક હોલમાં આઈસોલેશન સેન્ટર ઉભું કરવામાં આવ્યું હતું હાલ ૨૮ બેડ સાથેનું આઈસોલેશન સેન્ટર શરું કરી દેવામાં આવ્યું છે જ્યારે આવનારા દિવસોમાં આઈસોલેશન સેન્ટરમાં ૫૬ બેડ ની સંખ્યા કરવામાં આવશે તેવું પલસાણા તાલુકા પ્રમુખશ્રી દ્વારા જણાવવામાં આવ્યું હતું.
આઈસોલેશન સેન્ટરમાં દાખલ થનાર વ્યકિતને બે ટાઈમ જમવા સાથે જરૂરી દવાઓ પણ નિ: શુલ્ક આપવામાં આવશે તેમજ ડોક્ટર તથાં પરીચારીકા પણ હાજર રહશે આ સાથે જ હંગામી ધોરણે પેશન્ટને લાવવા લઇ જવા માટે બે વાહનોની પણ સગવડ કરવામાં આવી છે જ્યારે આવનારા દિવસોમાં ઓક્સીજન સહિત બેડ ની સગવડો માટેની કામગીરી હાથ ધરવામાં આવી છે આઈસોલેશન સેન્ટર ઉભું કરવા માટે વિદેશમાં વસતા ગુજરાતીઓ સહિત વિસ્તારમાં જોળવા ગામ ખાતે આવેલ સાહીબા મીલ તેમજ ચણોતરીયા લેઉવા પાટીદાર સમાજનાં આગેવાનોએ પહેલ કરી હતી જોકે આ માનવ સેવા માટેનાં ભગીરથ કાર્યમાં સેવા બજાવવા પલસાણા તાલુકા ભાજપ પ્રમુખ જીગ્નેશભાઈ પટેલ,ખેડુત આગેવાન પરિમલભાઈ પટેલ, તેમજ રાજકીય આગેવાન અતુલભાઈ પટેલ સહીતનાં સમાજનાં અન્ય અગ્રણીઓ તથાં યુવાનો ખડેપગે સેવા આપવાં આઈસોલેશન સેન્ટર પર હાજર રહશે તેવી માહિતી પ્રાપ્ત થઇ હતીં.