જૂનાગઢ : આમ આદમી પાર્ટી દ્વારા મામલતદારને આવેદન પત્ર અપાયું

વિસાવદર આમ આદમી પાર્ટી દ્વારા રિસર્વે કરીને ખેડૂત અને ગરીબ વર્ગને સરકાર દ્વારા આપાતિ સહાય મળે તેવી માંગ સાથેનું આવેદન પત્ર વિસાવદર મામલતદાર ને આપવામાં આવ્યું.
વિસાવદર આમ આદમીપાર્ટી દ્વારા "તાઉતે"વાવાજોડું મા વિસાવદર તાલુકામા ભારે નુકસાની થયેલ તેમાં સરકારી ડિપાર્ટમેન્ટ દ્વારા જે સર્વે કરવામાં આવેલ તેમાં સર્વે કરનારી ટિમ દ્વારા ગામડામાં ખેડૂત અને ગરીબ લોકોને 50/ટકાથી વધારે ખેડૂતોઅને ગરીબ વર્ગ ના લોકોનું સર્વે પણ કર્યુ ના હોય અને સરકારી સહાયથી વંચિત રહી ગયેલ હોય જેથી વિસાવદર આમ આદમી પાર્ટી દ્વારા રિસર્વે કરીને ખેડૂત અને ગરીબ વર્ગને સરકાર દ્વારા આપાતિ સહાય મળે તેવી માંગ સાથેનું એક આવેદન પત્ર વિસાવદર મામલતદાર ને આપેલ હતું અને આમ આદમી પાર્ટી ની માંગ મુજબ બે દિવસમાં રિસર્વે કરવામાં નહિ આવે તો વિસાવદર તાલુકા આમ આદમી પાર્ટી દ્વારા આમરણાંત ઉપવાસ આંદોલન કરવાની વિસાવદર તાલુકા આમ આદમી પાર્ટી દ્વારા ચીમકી ઉચ્ચાર વામાં આવી હતી.