જૂનાગઢ : ટિનુંભાઈ ફળદુ એ કોંગ્રેસ ને જીતાડવા કર્યો હુંકાર

ગત વિધાનસભા ની ચૂંટણી માં ભાજપ માથી ઉમેદવારી નોંધાવનાર નીતિન ફળદુ (ટીનું) એ થોડા સમય પહેલા જ ભાજપ સામે પોતાનો રોષ ઠાલવ્યો હતો અને બહોળી સંખ્યા મા સર્વજ્ઞાતિના પોતાના કાર્યકર્તાઓ સાથે ભાજપ સાથે છેડો ફાડ્યો હતો. ત્યારે હાલ જૂનાગઢ જિલ્લાની શાપુર 28 જિલ્લા પંચાયત પરથી પોતાના ભાઈ શરદભાઈ ફડદુ એ જિલ્લા પંચાયતની ઉમેદવારી નોંધાવી છે... અને તેમના સાથી મિત્રોએ તાલુકા પંચાયતમાં ઉમેદવારી નોંધાવી છે અને ૧૮ ગામોના નવ સરપંચો ટીનુંભાઈ ફડદુ સાથે કોંગ્રેસમાં જોડાયા છે ત્યારે ટીનુંભાઈ ફડદુએ આ બાબતે જણાવ્યું હતું કે મે લોકોના કામ કરી મારી ઓળખાણ બનાવી છે .10 વર્ષથી ગામનો સરપંચ રહ્યો છું.મને વાતો નહિ લોકો મા કામ કરવામાં મજા આવે છે.આમ પણ જાણે કે મોંઘવારી ,શિક્ષણ ,કિસાન ના પ્રશ્નોના સવાલોના ઘેરામાં આવી ગયેલી ભાજપ સરકારને.ભાજપ થી નારાજ વ્યક્તિઓ ને કારણે આવનાર સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી મા હાર સહન કરવી પડશે.
કારણકે માત્ર વાયદાઓ કે વચનો થી પેટ નથી ભરાતું લોકો ને સમજવા પડે છે ત્યારે હાલની પરિસ્થિતિ જોતા અને તાલુકા જિલ્લા પંચાયતના સર્વ સમાજના ટીનુંભાઈ ફડદુ સાથેના કાર્યકર્તાઓ દ્વારા જાણવા મળી રહ્યું છે કે અમારો સારથી મજબૂત છે જેથી કોંગ્રેસની જીત નક્કી છે અને ટીનુંભાઈ ફડદુએ પોતાના કામથી પોતાની ઓળખાણ ઉભી કરી છે જે ભાજપ અને કાર્યકર્તાઓ સારી રીતે જાણે છે...