પાલનપુર : વિનાયક ફેમેલ હોસ્પિટલ દ્વારા ફ્રી નિદાન કેમ્પનું આયોજન કરાયું

પાલનપુરમાં આવેલી વિનાયક ફિમેલ હોસ્પિટલે સૌના સાથ સહકારથી તા.01/03/2021 ના રોજ પાંચ વર્ષ સફળતાપૂર્વક પસાર કરી રહી છે અને છઠ્ઠા વર્ષમાં મંગળ પ્રવેશ કરી રહી છે જેની ખુશીમાં અને શુભ પ્રસંગે ડો.મનીષભાઈ.જી.મહેશ્વરી વિનાયક ફીમેલ હોસ્પિટલ દ્વારા તા.01/03/2021 થી તા.10/03/2021 સુધી હોસ્પિટલ માં ફ્રી નિદાન કેમ્પ નું આયોજન કરવામાં આવી રહ્યું છે.
હાલમાં જોવા જઈએ તો કોરાના ની આવી ચાલી રહેલી મહામારી ને કારણે કેટલાય લોકો પ્રાથમિક જરૂરિયાત થી પણ વંચિત છે એવા લોકો ગરીબ પરિસ્થિતિમાં પોતાનું જીવન જીવી રહ્યા છે. ત્યારે અમુક સેવાભાવી લોકો દ્વારા આવા લોકોને રાહત અને સેવા આપવામાં આવતી હોય છે જ્યારે વાત કરવામાં આવે તો બનાસકાંઠા જિલ્લાનું વડુ મથક ગણાતું એવું પાલનપુર શહેરમાં આવેલી વિનાયક ફેમેલ હોસ્પિટલ દ્વારા લોકોને તમામ સુવિધાઓમાં તથા દવાઓમાં રાહત કરી આપવાના આવે છે. ત્યારે તા.01/03/2021 ના રોજ આ હોસ્પિટલ ને 5 વર્ષ પૂરા થાય છે તેથી આ શુભ પ્રસંગે હોસ્પિટલ માં ફ્રી નિદાન કેમ્પ નું આયોજન કરવામાં આવી રહ્યું છે.
જે હોસ્પિટલ નું સરનામું છે
પાલનપુર, એરોમા સર્કલ ની પાસે, કેપલ હોટેલ ની પાછળ અને તન્મય કોમ્પલેક્ષ માં આ વિનાયક ફીમેલ હોસ્પિટલ આવેલી જેની દરેક અવશ્ય મુલાકાત લેવી...
આમ, યોજવામાં આવી રહેલા કેમ્પમાં ,
* જેમાં દર્દીને વિનામૂલ્યે તપાસ કરી આપવામાં આવશે.
*સ્ત્રી નસબંધી નું ઓપરેશન કરી આપવામાં આવશે.
* સોનોગ્રાફી અને લોહીના રિપોર્ટ માં ૫૦ ટકા રાહત આપવામાં આવશે.
* દવાઓમાં ૨૦ ટકા સુધી રાહત આપવામાં આવશે.
* કોઈપણ ઓપરેશન જેમકે સિઝેરિયન ગર્ભાશયની કોથળીનું ઓપરેશન ટાંકા વાળા, ટાંકા વગરનું કે દૂરબીનથી રાહત દરે કરી આપવામાં આવશે.
અને ખાસ એ છે કે " બેટી બચાવો બેટી પઢાઓ" થી પ્રેરિત થઈને, અમારી હોસ્પિટલમાં તા.01/03/2021 થી કાયરા બેટી સહાય યોજના શરૂ કરવામાં આવેલ છે જે અંતર્ગત તારીખ 01/03/2021 થી કોઈ પણ દીકરીનો જન્મ હોસ્પિટલમાં થશે તો તેના પરિવાર ને અગિયાર સો રૂપિયાની રોકડ સહાય આપવામાં આવશે..
આથી, બનાસકાંઠા માં રહેતા તમામ ક્ષત્રિય ઠાકોર સમાજ ના પરિવારને વિનાયક ફીમેલ હોસ્પિટલ પાલનપુર થી હોસ્પિટલમાં તમામ સુવિધાઓ માં તથા દવાઓમાં પણ રાહત આપવામાં આવશે જેવી કે,
ઓપીડી ચાર્જ 25 ટકા રાહત .
ડીલેવરી ના ચાર્જમાં 25 ટકા રાહત.
ઓપરેશનમાં ૨૫ ટકા રાહત .
સોનોગ્રાફીમાં ૨૫ ટકા રાહત.
દવાઓમાં 10 ટકા રાહત..
આમ ,આ સુવિધાનો લાભ લેવા માટે દરેક દર્દી નું આધાર કાર્ડ અથવા તો ક્ષત્રિય ઠાકોર સમાજ નું આઈ કાર્ડ સાથે હોવું જરૂરી છે.
આમ જોવા જઈએ તો ઠાકોર સમાજ તેમજ અન્ય સમાજ પ્રત્યે પણ ડોકટર સાહેબ ખુબ જ લાગણી ધરાવે છે.