મોરબી : શહેર અને જીલ્લામાં કોરોના હાહાકાર વચ્ચે આખરે રાહત મળી

મોરબી શહેર અને જીલ્લામાં કોરોના હાહાકાર વચ્ચે આખરે રાહત મળી છે અને મોરબી જીલ્લામાં ૧૯ જેટલા કોવીડ કેર સેન્ટરમાં ૬૮૮ બેડ ખાલી જોવા મળે છે અને મોરબીમાં કોરોના કહેર બાદ આખરે રાહતના સમાચાર મળી રહ્યા છે
મોરબી શહેરમાં જોધપર ખાતે પાટીદાર કોવીડ સેન્ટર શરુ કરવામાં આવ્યા બાદ તુરંત ૩૦૦ બેડ ફૂલ થઇ ગયા હત તો પટેલ કન્યા છાત્રાલય ખાતે પણ ૩૦૦ બેડ વ્યવસ્થા કરી હોય જે તમામ બેડ ફૂલ થઇ ગયા હતા તેવી જ રીતે મોરબીમાં સીમ્પોલો કોવીડ કેર સેન્ટરના તમામ બેડ અને યંગ ઇન્ડિયા ગ્રુપ આયોજિત સમરસ કોવીડ કેર સેન્ટર પણ હાઉસફૂલ થઇ ગયું હતું બાદમાં યદુનંદન ગૌસેવા ટ્રસ્ટ સંચાલિત ૭૦ બેડની વ્યવસ્થા અને જય અંબે ગ્રુપ દ્વારા બેલા પાસે ૧૦૦ બેડનું સેન્ટર શરુ કર્યું હોય તેમજ સતવારા સમાજ દ્વારાઅને બ્રહ્મસમાજ દ્વારા પરશુરામધામ ખાતે પણ કોરોના કેર સેન્ટર શરુ કર્યું હોય જે તમામ સ્થળે બેડ ફૂલ થઇ ગયા હતા અને એક તબક્કે એવી સ્થિતિ સર્જાઈ હતી કે સામાન્ય લક્ષણો ધરાવતા જ નહિ ગંભીર લક્ષણો ધરાવતા દર્દીઓને બેડ મળતો ના હતો અને હોસ્પિટલ બહાર એમ્બ્યુલન્સમાં જ દર્દીઓની સારવાર કરવી પડે તેવા દ્રશ્યો જોવા મોરબીની ખમીરવંતી પ્રજા લાચાર બની હતી જોકે હવે સ્થિતિમાં સુધાર જોવા મળે છે અને કોરોના કેર સેન્ટરમાં યોગ્ય સારવાર અને આધ્યાત્મિક તેમજ હર્ષોલ્લાસ ભર્યા વાતાવરણને પગલે દર્દીઓ ઝડપથી રીકવર કરી રહ્યા હોય જેથી ૯ થી વધુ કોવીડ કેર સેન્ટરમાં દર્દીઓ સ્વસ્થ થતા ૪૬૫ બેડ ખાલી થયેલા જોવા મળે છે
મોરબી જીલ્લામાં કોરોનાનો પ્રકોપ શાંત થયો હોય તેવું લાગી રહ્યું છે જેમાં મોરબી સિવિલ હોસ્પિટલમાં એમ્બ્યુલન્સની કતારો લાગી હતી તે પણ બંધ થઇ છે તો ઓક્સીજન માટે દર્દીઓને ઠેર ઠેર ધક્કા ખાવા પડાતા હતા તેમાં પણ રાહતના સમાચાર મોર્બીવાસીઓ માટે મળ્યા હતા.
મોરબી જીલ્લામાં કુલ ૨૫૬૦ બેડની વ્યવસ્થા કરવામાં આવી હોય જેમાં ૮૭૦ સામાન્ય બેડ, ૩ વેન્ટીલેટર અને ૧૩૬ ઓક્સીજન બેડ જીલ્લામાં ખાલી હોવાની માહિતી જીલ્લા અધિક કલેકટરે આપી છે તો મોરબી જીલ્લામાં કોવીડ ડેઝીગનેટેડ ૨૫ હોસ્પિટલ છે જેમાં ૮૧૭ બેડની વ્યવસ્થા છે તેમાં ૨૭ ઓક્સીજન તથા ૩૭ સમાન્ય બેડ ખાલી છે તેમજ ૧૯ કોરોના કેર સેન્ટરમાં ૧૪૭૮ બેડની વ્યવસ્થા છે જેમાં ૧૦૯ ઓક્સીજન બેડ અને ૫૭૯ સામાન્ય બેડ ખાલી છે તો જીલ્લાના ૫ કોવીડ હેલ્થ સેન્ટરમાં ૨૬૫ બેડની વ્યસ્વ્થા છે જેમાં ૨૫૪ સામાન્ય બેડ ખાલી છે