Palanpur : જન્મદિવસ ની સેવાદિન તરીકે અનોખી રીતે ઉજવણી કરાઈ

"જય શ્રી અંબે સેવા ટ્રસ્ટ ગઠામણ અને ગઠામણ દરવાજા ની વાનરસેના"દ્વારા 12 જાન્યુઆરી "યુવાદિવસ " નિમિતે અને "જન્મદિવસ ની સેવાદિન તરીકે અનોખી રીતે બનાસ એન.પી પ્લસ સંસ્થા સાથે ઉજવણી કરવામાં આવી હતી
બનાસ એન પી પ્લસ સંસ્થા વિહાન પ્રોજેક્ટ સાથે જોડાયેલા 100 જેટલા ભાઇ - બહેન અને બાળકોને *"જય શ્રી અંબે સેવા ટ્રસ્ટ" ગઠામણ દરવાજા ની "વાનરસેના" અને વાનરસેના ના પ્રમુખ અશોકભાઈ પ્રજાપતિ અને લંડન માં રહેતા અને મૂળ ગુજરાતી પરિવાર ના રમીલાબેન કિશોરભાઈ દલાસીયા ની દીકરી *
ના "જન્મદિવસ ની અનોખી સેવાદિન તરીકે ઉજવણી" કરવામાં આવી હતી.
બનાસ.એન.પી પ્લસ સંસ્થા ના વિહાન પ્રોજેક્ટ સાથે જોડાયેલા સોં જેટલાં એચ.આઇ.વી પોજીટીવ ભાઈ બહેન, બાળકોને કડકડતી ઠંડી માં રક્ષણ મળે તે માટે ધાબળા વિતરણ પણ કરવામાં આવ્યા હતા.
અને સાથે સાથે
- રાષ્ટ્ર શક્તિ એકતા મંચ ના સુનીતાબેન પઢીયાર, દિલીપભાઈ ગોહિલ અને તેમની ટીમ દ્વારા પચાસ બાળકોને ઉતરાયણ નિમિતે તલની ચીક્કી અને લાડુ નું વિતરણ કરવામાં આવ્યું
- જિલ્લા ક્ષય વિભાગ પાલનપુર દ્વારા 100 બાળકોને પતંગ વિતરણ પણ કરવામાં આવ્યું
- ઇનરવહીલ ક્લબ પાલનપુર સીટી દ્વારા પચાસ બહેનો ને સેનેટરી પેડ વિતરણ કરવામાં આવ્યું
આમ અનોખી રીતે 12 જાન્યુઆરી યુવાદિવસ ની અને "જન્મદિવસ ની સેવાદિન" તરીકે ઉજવણી કરવામાં આવી. જેમાં ખાસ ડૉ. રોલી ચંદ્રા મેડમ સિનિયર મેડિકલ ઓફિસર એ.આર.ટી સેન્ટર, ડિસ્ટ્રિક્ટ સુપરવાઈઝર વસંતભાઈ લીમ્બાચીયા, કાઉન્સેલર પરેશભાઈ નાઇ, પ્રવીણભાઈ પંડ્યા, પાયલબેન લીમ્બાચીયા, સુનીતાબેન પઢીયાર, અને સાથી મિત્રો એ ખાસ હાજરી આપી હતી.
જેમાં બનાસ એન પી પ્લસ સંસ્થા ના દીપકભાઈ પટેલ, નવનીતભાઇ મકવાણા, કિરણભાઇ ચાવડા, સોનલબેન મકવાણા એ કાર્યક્રમ ને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી હતી.
જે સમગ્ર કાર્યક્રમ નું સફળ સંચાલન બનાસ એન પી પ્લસ સંસ્થા ના પ્રમુખ નરેશભાઈ સોની દ્વારા કરવામાં આવ્યું..