Palanpur : વિરમપુરમાં આવેલ સાકળેશ્વરી માતાજીનો ભાતી ગળ મેળો મોકુફ

અમીરગઢ તાલુકાનુ વિરમપુર ગામ એટલે આદિવાસી ઓનું ગઢ ગણવામાં આવે છે.
વિરમપુરમા આવેલ સાકળેશ્વરી માતાજી નો ભાતી ગળ મેળો મોકુફ રાખવામાં આવ્યો.
સૂત્રોના જણાવ્યા અનુસાર હાલમાં દેસમાં ચાલી રહેલ કોરોના જેવી મહામારીને ધ્યાનમાં રાખી અમીરગઢ તાલુકા વિરમપુર ગામે યોજાતા તમાંમ ભાતીગળ મેળા અને તહેવારો અને લગ્ન પ્રસંગો કે જ્યાં મોટીસંખ્યામાં લોકો ઉમટી પડે છે તેવા તમામ સ્થળોએ સરકાર શ્રી ની ગાઇડ લાઇન મુજબ કોરોના જેવી મહામારી ના સંક્રમણ થી બચવા અને બચાવવા આ મેળો મોકૂફ રાખવામાં આવ્યો હતો.
સરકાર શ્રી ની ગાઇડ લાઇન નો અમલ કરવા માટે અમીરગઢ મામલતદાર શ્રી તથા અમીરગઢ તાલુકા પી એસ આઇ શ્રી પટેલ સાહેબ આ ભાતીગળ મેળા માં એકત્રિત થતા લોકોને કોરોના જેવી મહામારી થી બચાવવા તા 25/11/2020.ના અગિયારસ ના દિવસે.વિરમપુર.ના સાંકળેશ્વરી માતાજી ના મંદિર.વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામા આવ્યો હતો.
આ સમગ્ર સેવાકિય પ્રવૃત્તિ ને સફળ બનાવવા સમસ્ત આદિવાસી સમાજ વિરમપુર તથા આજુબાજુ પંચાયત ના સરપંચ શ્રીઓ તેમજ વાહન ચાલકો દ્વારા સરકાર શ્રી ની ગાઇડ લાઇન નો અમલ કરવા જાહેર સુચના આપવામાં આવેલ હતી અને સુચનાઓનું પાલન કરવા અને મેળામાં એકત્રિત ન થવા ની ખાતરી આપી હતી
સરકાર શ્રી ની ગાઇડ લાઇન નો ચુસ્ત અમલ કરવા અને કરાવવા અમીરગઢ તાલુકા પી એસ આઇ શ્રી પટેલ સાહેબ શ્રી તથા સ્ટાફ ના માણસો ખડા પગે કામગીરી હાથ ધરવામાં આવી હતી