Patan : વાદળછાયું વાતાવરણ સર્જાતા ફુલાવરના પાકને નુકશાન

પાટણ પંથકમાં છેલ્લા કેટલાક દિવસ થી વાતાવરણમાં પલટો આવતા અને વાદળછાયું વાતાવરણ સર્જાતા ફુલાવરના પાકને નુકશાન થવા પામ્યું છે જેના કારણે ખેડૂત ચિંતા માં ગરકાવ થઈ જવા પામ્યા છે પાટણ પંથક માં પાછલા પાંચ દિવસ થી હવામાન માં પલટો આવ્યો છે જેની સીધી અસર ખેડૂતો ના પાક પર પડી છે તેમાં પણ ફુલવાર નો પાક બગડવા પામતા ખેડૂતો ને પૂરતો ભાવ પણ નથી મળી રહ્યો જે ફુલાવર રૂ.70 થી 80 રૂપિયે કિલો નો ભાવ ખેડૂત ને મળતો હતો પણ વાતાવરણ ની અસર થી ફુલાવર ફૂટી જતું હોય માત્ર એક અને બે રૂપિયા પ્રતિ કિલો એ ભાવ થઈ જવા પામ્યો છે જેના કારણે ખેડૂતો ને ફુલાવર નો પાક પશુઓને ખાવા માટે ફેંકવાની ફરજ પડી રહી છે સાથેજ પાંજરાપોળ માં મોકલી રહ્યા છે
ખેડૂતો એ હોંશે હોંશે પોતાના ખેતર માં ફુલાવર સહિત અન્ય શાકભાજી નું વાવેતર કર્યું હતું જોકે જે રીતે હવામાન માં પલટો આવ્યો છે તેને લઈ ખેડુતો ની ચિંતા માં વધારો થયો છે જે રીતે હાલમાં ખેડૂતો ને નજીવો 1 અને 2 રૂપિયે કિલો નો ભાવ મળી રહ્યો છે તેની સામે ખેડૂત ની મજૂરી અને ખર્ચ પણ પાણી માં ગયો છે ત્યારે આગામી સમયમાં હવામાન સાનુકૂળ બને તેવી ખેડૂત આશા રાખી ને બેઠા છે