Prantij : કિસાન સૂર્યોદય યોજનાનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો

સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ ખાતે કિસાન સૂર્યોદય યોજના નો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો જેમાં સાબરકાંઠા-અરવલ્લી સાંસદ દ્વારા પ્રાંતિજ તાલુકા ના ૨૦ ગામોના ૪૭૩૦ ધરતી પુત્રો ને આજથી ખેતરોમાં પિયત માટે દિવસે વિજળી નો લાભ મળશે.
ખેડૂતો ના જીવન માં ઐતિહાસિક પરિવર્તન લાવનાર કિસાન સૂર્યોદય યોજના નો મુખ્ય મંત્રી વિજયભાઇ રૂપાણી એ અરવલ્લી ના બાયડ ખાતેથી શુભારંભ કરાવ્યાં બાદ તબક્કાવાર સમગ્ર ગુજરાતમાં અમલી બનાવી છે જે અંતર્ગત સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ ખાતે પણ વી.એસ.રાવલ પીટીસી કોલેજ ખાતે થી કિસાન સૂર્યોદય યોજના નો સાબરકાંઠા-અરવલ્લી સાંસદ દ્વારા શુભારંભ કરાવામાં આવ્યો હતો જેમાં આ યોજના થકી પ્રાંતિજ તાલુકા ના ૨૦ ગામોના ૪૭૩૦ ધરતી પુત્રો ને આજથી ખેતરોમાં પિયત માટે દિવસે વિજળી નો લાભ મળશે તો સાંસદે જણાવ્યુ હતું કે ખેડૂતો ને દિવસે વિજળી નો લાભ મળે તે માટે કિસાન સૂર્યોદય યોજના શરૂઆત કરવામાં આવી છે તો આ પ્રસંગે ઉપસ્થિત પ્રાંતિજ-તલોદ ના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમારે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી , નાયબ મુખ્ય મંત્રી નિતીનભાઇ પટેલ અને ઉર્જા મંત્રી સૌરભભાઇ પટેલ નો આભાર માની આ કિસાન સૂર્યોદય યોજના ખેડૂતો ના હિત માટે પગલું ભયુ તેવું જણાવ્યુ હતું અને કિસાન સૂર્યોદય યોજના થી ખેડૂતો ને ખુબજ ફાયદો થશે તો પ્રાંતિજ ખાતે કિસાન સૂર્યોદય યોજના અંતર્ગત ગલતેશ્વર , ધડી , જેનપુર , કાલિપુરા , મોરવાડ , સાદોલીયા , સાંપડ , કમાલપુર , કતપુર , મહાદેવ પુરા (ધડી) , મોયદ , નારણપુર , ઓરણ , પોગલું , સલાલ , સોનાસણ , વાધરોટા , વજાપુર સહિત ના ૨૦ જેટલા ગામોનો સમાવેશ કરવામાં આવ્યો છે અને ૪૭૩૦ ખેતી વિષયક વીજ જોડાણો દિવસ દરમ્યાન સાતત્યપૂર્ણ વીજ પુરવઠો પુરો પાડવામાં આવશે તો આ પ્રસંગે સાબરકાંઠા-અરવલ્લી સાંસદ , પ્રાંતિજ-તલોદના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર , નગરપાલિકાના પ્રમુખ દિપકભાઇ કડીયા , ભાજપશહેરપ્રમુખ નિત્યાનંદભાઇ બ્રહ્મભટ્ટ , તાલુકા પ્રમુખ બળવંતભાઇ પટેલ , રણજિતસિંહ રાઠોડ , માર્કેટયાર્ડ ના ચેરમેન રાજુભાઇ પટેલ , પ્રાંતિજ મામલતદાર એચપી ભગોરા , તાલુકા વિકાસ અધિકારી નીતિનભાઈ પટેલ , કિસાન પ્રમુખ ઈશ્વરભાઈ પટેલ , અધીક્ષક ઇજનેર પી.સી.શાહ , એચ.જે.જોશી પ્રાંતિજ એન્જીનીયર શૈલેષભાઈ યાદવ , સહિત પ્રાંતિજ વિજકપની ના કાર્યકરો તથા ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા તો સમગ્ર કાર્યક્રમ નું સફળ સંચાલન મહેશભાઇ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું