Prantij : પતંગ રસિકો પતંગ દોરી ખરીદવા માટે ઉમટી પડયા

સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ ખાતે ઉત્તરાણય પર્વ ને આડે ગણતરીના કલાકો બાકી છે ત્યારે પ્રાંતિજ બજારમાં પતંગ રસિકો ની કીડીયારા ની જેમ ભીડ જોવા મળી હતી અને પતંગ-દોરી ની ખરીદી ની સાથે અન્ય ખરીદી પણ કરતા જોવા મળ્યા હતાં.
પ્રાંતિજ બજાર માં પતંગ દોરી નો વેપાર કરતા વેપારીઓ ઉતરાયણ પર્વ ને લઈને છેલ્લા એક અઠવાડિયાથી પતંગ દોરી નું વેચાણ કરતા વેપારીઓ દ્વારા સ્ટોર ઉભા કરીને પતંગ દોરી નું વેચાણ કરવામા આવે છે ત્યારે ઉતરાયણ પર્વ ને આડે થોડાક જ કલાક બાકી છે ત્યારે પ્રાંતિજ બજારમાં પતંગ રસિકો ની ભીડ જોવા મળી હતી અને નાનાથી મોટા સોવકોઇ પતંગ દોરી ની ખરીદી કરતા જોવા મળ્યા હતાં તો પતંગ દોરી સાથે પીપુડા , ટોપી , ચશ્માં નું પણ ધુમ વેચાણ થતું જોવા મળ્યા હતાં તો શીંગ ચીકી , તલ ચીકી ,જામફળ , બોર સહિત ની ખરીદી પણ કરતા ગ્રાહકો જોવા મલ્યા હતાં તો ઉતરાયણ પર્વ ના થોડાક કલાકો પહેલા પ્રાંતિજ બજારમાં પતંગ રસિકો ખરીદી કરવા ઉમટી પડતા પ્રાંતિજ બજારમાં ભીડ જોવા મળી હતી તો છેલ્લાં કલાકો મા ગ્રાહકો બજાર માં આવતા વેપારીઓના ચહેરાઉપર આનંદ ની સાથે સ્મિત જોવા મળ્યું હતું