Prantij : રાજયમંત્રીના હસ્તે ધો-૧૦ અને ધો-૧૨ ના વિધાર્થીઓને શાળા પ્રવેશ

સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ ખાતે રાજયમંત્રી વાસણભાઇ આહિર ના હસ્તે બે સ્કુલોમાં ધો૧૦ અને ધો ૧૨ વિદ્યાર્થીઓને સેનેટાઇઝર , માસ્ક ,પેન , પાણી બોટલ ની કિટ આપી શાળા પ્રવેશ કરાવવામાં આવ્યો હતો .
કોરોના ના કપરા કારમાં દેશ અને દુનિયા ભરમાં સોસિયલ - ડિસ્ટન્સ જળવાઈ રહે અને વધુ સંક્રમણ ના ફેલાય અને વિધાર્થીઓની ચિન્તા કરી સરકાર દ્વારા શાળા કોલેજો બંધ કરવાનો નિર્ણય લીધો હતો અને દશ મહિના બાદ ફરી કોરોના ના નહિવત અસર વચ્ચે સરકાર દ્વારા વિધાર્થીઓ ભવિષ્ય ની ચિન્તા કરી શાળાઓ ચાલુ કરવાનો નિર્ણય શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા લેવામાં આવ્યો છે ત્યારે પ્રાંતિજ ખાતે પણ રાજય મંત્રી વાસણભાઇ આહિર ના હસ્તે પ્રાંતિજ ખાતે બે સ્કુલના વિધાર્થીઓને શાળા પ્રવેશ અપાયો હતો જેમાં પ્રાંતિજ ખાતે આવેલ નગરપાલિકા સંચાલિત શેઠ પીએન્ડ આર હાઇસ્કુલ ખાતે ૧૭૦ વિધાર્થીઓને કિટ આપી ને શુભેચ્છા શુભકામનાઓ પાઠવી શાળા પ્રવેશ કરાયો હતો તો પ્રાંતિજ કેળવણી મંડળ સંચાલિત અવરઓન હાઇસ્કુલ ખાતે પણ ૩૦૦ વિધાર્થીઓને કિટ આપીને શુભેચ્છાઓ શુભકામના ઓ પાઠવી ને ધો-૧૦અને ધો ૧૨ ના વિધાર્થીઓને પ્રવેશ અપાયો હતો તો પ્રાંતિજ શેઠ.પી .એન્ડર આર હાઇસ્કુલ ખાતે રાજયમંત્રી વાસણભાઇ આહિર નું નગરપાલિકાના પ્રમુખ દિપકભાઇ કડીયા દ્વારા ગુલદસ્તો આપીને સન્માન કરવામાં આવ્યું હતું તો આ પ્રસંગે નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અરવિંદભાઇ પરમાર , નગરપાલિકાના પૂર્વ પ્રમુખ નિરવભાઇ પરીખ , નગરપાલિકાના કોર્પોરેટરો સહિત શાળા ના આચાર્ય શિક્ષિકો ઉપસ્થિત રહ્યા હતાં તો અવરઓન હાઇસ્કુલ ખાતે પણ સંસ્થા ના મંત્રી રઇશભાઇ કસ્બાતી દ્વારા રાજય મંત્રી વાસણભાઇ આહિર ને શાલ ઓઢીડી ને સન્માન કરવામાં આવ્યું હતું તો શાળા ના આચાર્ય પી.કે.પટેલ દ્વારા પુષ્પગુજ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું તો રાષ્ટ્રીય આચાર્ય સંધ વતી તથા સાબરકાંઠા જિલ્લા ના શિક્ષણ સંધ ના ઉપાધ્યક્ષ રાવલ જગદીશભાઇ રાવલ દ્વારા મંત્રી નું પુષ્પગુજ આપીને સ્વાગત કરવામાં આવ્યું હતું તો આ પ્રસંગે સાબરકાંઠા-અરવલ્લી સાંસદ , પ્રાંતિજ તલોદ ના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર , પૂર્વ મંત્રી જયસિંહ ચૌહાણ , પૂર્વ પ્રમુખ ગીરીશભાઈ પટેલ , શિક્ષણ અધિકારી એસ.કે.વ્યાસ , જયંતિભાઇ પટેલ સહિત શાળા ના આચાર્ય સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો .