Rajkot : રાષ્ટ્રીય સંત સુરક્ષા પરિષદ આંતરરાષ્ટ્રીય સંસ્થા નું નિર્માણ

રાષ્ટ્રીય સંત સુરક્ષા પરિષદના રાષ્ટ્રીય અધ્યક્ષ અને સ્થાપક સ્વામી રાજરાજેશ્વર ગીરી મહારાજ ની સૂચનાથી રાજકોટ શહેર અને જિલ્લામાં પ્રમુખ ઉપપ્રમુખ મંત્રી ની નિમણૂક કરવામાં આવી
રાષ્ટ્રીય સંત સુરક્ષા પરિષદ આંતરરાષ્ટ્રીય સંસ્થા નું નિર્માણ થયેલ છે ભારત ભરમાં ૧૭ રાજ્યોમાં કાર્યરત સંસ્થા ગુજરાતમાં ૧૮ જિલ્લા ઓમાં કાર્યરત કરવામાં આવેલ છે. ગુજરાત જિલ્લા પ્રદેશ અધ્યક્ષ જીગ્નેશભાઈ રામાવત જણાવ્યું હતું દિનપ્રતિદિન સાધુ-સંતો પર જે કાંઈ અત્યાચારો કરવામાં આવે છે મંદિરો તેમજ ધાર્મિક સંસ્થાઓ ની જગ્યાઓ માટે થઈને સાધુઓની હત્યાઓ કરવામાં આવતી હોય છે જેને લઇને યુવાનો દ્વારા રાષ્ટ્રીય સંત સુરક્ષા પરિષદમાં સક્રિય થઇને સંતોના જીવને કોઈ ભૂમાફિયા લેભાગુ હાનિ ન પહોંચાડે તે માટે સાધુ-સંતોના પ્રશ્નોને સરકાર સુધી પહોંચાડવા માટે થઈને યુવા પાંખની રચના કરવામાં આવી છે.
આજરોજ બાલા હનુમાન ની જગ્યા કોઠારીયા રોડ ખાતે ગુજરાત જિલ્લા પ્રદેશ અધ્યક્ષ જીગ્નેશભાઈ રામાવત, ગુજરાત જીલ્લા પ્રદેશ મંત્રી હિરેનભાઈ ગોસ્વામી, રાજકોટ જિલ્લા અધ્યક્ષ ધર્મરાજ ગીરીબાપુ ની ઉપસ્થિતિમાં રાજકોટ શહેર યુવા પાંખની નિમણૂક કરવામાં આવી હતી જેમાં પ્રમુખ ઉપપ્રમુખ મંત્રી સભ્યો સહિતના વોર્ડ વાઇઝ નિમણૂક પત્ર આપવામાં આવ્યા હતા. ઉપ-પ્રમુખ તરીકે બકુલભાઈ ચોટલિયા ને અને મંત્રી તરીકે એકતા મિત્ર મંડળના પ્રમુખ હરિભાઈ રાઠોડ ની નિમણૂક કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સંતો મહંતો પ્રત્યે પ્રેમભાવના રાખનાર સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.