Surat : 10 વર્ષની બાળાની છેડતી કરનાર નરાધમ ટેમ્પા ચાલક ઝડપાયો

અમરોલી પોલીસ મથકની હદમાં સાડીનું જોબવર્ક કરનાર મહિલાને ધમકી આપી બળાત્કાર ગુજારાયાની ફરિયાદ નોંધાઈ છે. તો બીજી તરફ કરિયાણાની દુકાને ગયેલી 10 વર્ષની બાળાની છેડતી કરનાર નરાધમ ટેમ્પા ચાલકને પોલીસે ઝડપી પાડ્યો હતો.
અમરોલી શ્રીરામનગરમાં રહેતા સાડી પર ટીકી લગાવવાનું જોબવર્ક કરાવનાર અલ્પેશ ગોસ્વામીને ત્યાં કામ કરવા આતી મહિલાને નરાધમ અલ્પેશએ પોતાના ઘરે લઈ જઈ જાનથી મારી નાંખવાની ધમકી આપી તેણી પર બળાત્કાર ગુજાર્યો હતો. જે અંગે મહિલાએ ઘરે જઈ પરિવારને આ અંગેની જાણ કરતા પરિવારે પોલીસનો સહાલો લીધો હતો. અને ફરિયાદ કરતા પોલીસે નરાધમ અલ્પેશ વિરૂદ્ધ ગુનો નોંધી તેને ઝડપી પાડવા ચક્રોગતિમાન કર્યા હતાં.
તો અન્ય એક બનાવમાં અમરોલી આવાસમાં 10 વર્ષીય કિશોરી કરિણાયાની દુકાને ગઈ હતી ત્યારે ટેમ્પા ચાલકે તેણીને છેડતી કરી હતી. જે મામલે અમરોલી પોલીસ મથકમાં નરાધમ વિરૂદ્ધ ફરિયાદ નોંધાતા પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરી છેડતી કરનર નરાધમ મોહસીન શેખની ધરપકડ કરી હતી.
હાલ તો અમરોલી પોલીસ મથકની હદમાં બળાત્કાર અને છેડતીની ફરિયાદ નોંધાઈ હોય જેને લઈ પોલીસે તપાસ શરૂ કરી છે.