Surat : 5 મા રાષ્ટ્રીય આયુર્વેદિક દિવસની ઉજવણી કરાઈ - ડો.મિલન દસોંદી

સુરત જિલ્લા આયુષ અધિકારી દ્વારા આયુર્વૈદના અધિષ્ઠાતા ભગવાન ધન્વંતરીના પ્રાગટ્ય દિન નિમિત્તે ધનવંતરી પુજન સાથે પાંચમા રાષ્ટ્રીય આયુર્વેેદ દિવસની ઉજવણી કરાઈ હતી. જે પ્રસંગે મનપા કમિશનર અને જિલ્લા વિકાસ અધિકારી સહિતનાઓ હાજર રહ્યા હતા.
અડાજણ ખાતે આવેલ ચિલ્ડ્રન કોમ્યુનિટી હોલમાં નિયામક આયુષ કચેરી ગાંધીનગરની પ્રેરણાથી જિલ્લા આયુષ અધિકારી  ડો.મિલન દસોંદી દ્વારા આયુર્વેદના અધિષ્ઠાતા ભગવાન ધન્વંતરીના પ્રાગટ્ય દિન નિમિત્તે છેલ્લા પાંચ વર્ષથી રાષ્ટ્રીય આયુર્વેદ દિવસની ઉજવણી કરાઈ છે. જો કે આ વખતે કોરોનાની મહામારી હોય કોવિડ ની થીમ સાથે ધન્વંતરી પુજન કરાયુ હતું. સાથે વિના મુલ્યે નિદાન સારવાર કેમ્પ, અમૃત પેય ઉકાળા વિતરણ, આયુર્વેદ દવા, સંશમની વટી તથા હોમિયોપેથીક દવા, આર્સેનિક આલ્બ-30નું વિના મુલ્યે વિતરણ કરાયુ હતું. આ પ્રસંગે સુરત મનપા કમિશનર બચ્છાનીધિ પાની, જિલ્લા વિકાસ અધિકારી હિતેશ કોયા રીટાયર્ડ આઈપીએસ અધિકારીમહેન્દ્ર પટેલ સહિતનાઓ હાજર રહ્યા હતાં.
હાલ કોરોનાની મહામારીમાં લોકો પણ આયુર્વેદ તરફ વળ્યા છે ત્યારે રાષ્ટ્રીય આયુર્વેદ દિવસની ઉજવણીમાં પણ અનેરો ઉત્સાહ દર વર્ષ કરતા આ વખતે વધારે જોવા મળ્યો હતો.