Surat : ઉધના પોલીસની ઉમદા કામગીરી આવી સામે

ઉધના પોલીસની ઉમદા કામગીરી આવી સામે,વેગનઆર કારમાં બાળક કારની ચાવી સાથે લોક થઈ જતા બાળક ને પોલીસ દ્વારા હેમખેમ બહાર કાઢવામાં આવ્યો
વેગનઆર કારમાં બાળક કારની ચાવી સાથે લોક થઈ જતા પોલીસની પેટ્રોલિંગમાં રહેલી પોલીસને ઘટનાની જાણ થઈ હતી. પોલીસે તાત્કાલિક કાર માલિકની આસપાસ શોધખોળ હાથ ધરી હતી.કાર માલિક નહીં મળી આવતા મિકેનિક ને બોલાવી કારનો કાંચ તોડી બાળકને બહાર કાઢવામાં આવ્યો. મોટી દુર્ઘટના બનતા માંડ માંડ તળી હતી.
જ્યાં બાળક કારમાંથી સુરક્ષિત રીતે બહાર નીકળતા પોલીસ સહિત સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો હતો.ઘટના અંગે ઉધના પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.