Surat : કોવિડ નિયમ ધજાગરા ઉડાવતા ધારાસભ્યના વિડીયો વાયરલ

કોરોનાની મહામારી જાણે ભાજપના નેતાઓ માટે નથી તેમ લાગી રહ્યું છે. ત્યારે ધારાસભ્ય જ કોરોનાની ગાઈડ લાઈનનું પાલન ન કરતા હોય તેવા વિડીયો સામે આવ્યા છે જેમાં ધારાસભ્ય પૌત્રીના જન્મ દિવસની ઉજવણી કર્યા બાદ માસ્ક વગર નજરે પડ્યા હતાં.
એક તરફ કોરોનાની બીજી લહેર સુરતમાં શરૂ થઈ છે ત્યારે બીજી તરફ ભાજપના નેતાઓ માટે કોરોના ન હોવાનું લાગે છે. અગાઉ અનેકવાર ભાજપ દ્વારા કોરોના કાળમાં રેલીઓ અને સોશિયલ ડિસ્ટન્સીંગનું સરેઆમ ઉલ્લંઘન કરાયુ હતું. ત્યારે ફરી આવી જ એક ઘટના સામે આવી છે. જેમાં ધારાસભ્ય વી.ડી. ઝાલાવડિયા દ્વારા તેમની પૌત્રીના જન્મ દિવસની ઉજવણી કરાઈ હતી. જ્યાં ધારાસભ્ય ઝાલાવડિયા અને તેમના પુત્ર સહિત કોઈ એ પણ માસ્ક પણ ન પહેર્યુ હતું. ત્યારે હાલ લોકોમાં એવી ચર્ચાએ જોર પકડી છે કે ભાજપના નેતા માટે કોોરના જતો રહ્યો છે અને માત્ર આમ જનતા માટે જ કોરોના છે.