Surat : નવસારીના દિવ્યાંગ વૃદ્ધ છેલ્લા 11 વર્ષથી ધક્કા ખાઈ રહ્યા

નવસારીના દિવ્યાંગ વૃદ્ધ છેલ્લા 11 વર્ષથી નવસારી પોલીસ મથકના ધક્કા ખાઈ રહ્યા છે. જેઓની જમીન પચાવી પાડ્યા બાદ તેમને ધમકી મળતી હોય નવસારી પોલીસ દ્વારા દિવ્યાંગ વૃદ્ધને મદદ ન કરાતા આખરે દિવ્યાંગ વૃદ્ધ ન્યાયની નેમ સાથે રેન્જ આઈ.જી. ઓફિસે આવી પહોંચ્યા હતા અને ધરણા શરૂ કર્યા હતાં.
નવસારીમાં રહેતા દિવ્યાંગ વૃદ્ધ શુક્રવારે સવારે અઠવાલાઈન્સ ખાતે આવેલ રેન્જ આઈ.જી.ની ઓફિસ ખાતે પહોંચ્યા હતા અને ધરણા શરૂ કર્યા હતાં. તેઓને પુછાતા તેમણે જણાવ્યુ હતું કે તેઓ નવસારીના છે અને તેઓની જમીન ત્યાં અસામાજિક તત્વોએ પડાવી લીધી છે જે અંગે નવસારી પોલીસમાં છેલ્લા 11 વર્ષથી ધક્કા ખાઈ રહ્યા છે જો કે નવસારી પોલીસ દ્વારા તેમને ન્યાય અપાવવાની વાત તો દુુર તેમને સાંભળવામાં આવતા નથી. અને છેલ્લા ત્રણ મહિનાથી તો અસામાજિક તત્વો દ્વારા દિવ્યાંગ વૃદ્ધ પર હુમલાનો પણ પ્રયાસ કરાઈ રહ્યો છે. જેથી આખરે ન્યાયની નેમ સાથે દિવ્યાંગ વૃદ્ધ નવસારીથી સુરત આવી રેન્જ આઈ.જી. ઓફિસે ધરણા પર બેઠા હતાં.
તો બીજી તરફ નવસારીથી દિવ્યાંગ વૃદ્ધ ન્યાય માટે રેન્જ આઈ.જી. ઓફિસ બહાર બેઠા હોવાની જાણ થતા રેન્જ આઈ.જી. ઓફિસના અધિકારીઓએ તેમને ઓફિસમાં બોલાવાયા હતાં અને તેમને સાંભળીયા હતાં.