Surat : પિતાને જ મોતના મુખમાં ધકેલનાર પુત્રને પોલીસે ઝડપી પાડ્યો

પબ્જી ગેમ રમવા માટે રીચાર્જ કરાવવા પિતા પાસે 500 રૂપિયાની માંગ કરનાર પુત્રને પિતાએ રૂપિયા ન આપતા ઝઘડો કરી ચપ્પુ વડે હુમલો કરાયો હતો જે મામલે લિંબાયત પોલીસે પિતાને જ મોતના મુખમાં ધકેલનાર પુત્રને ઝડપી પાડ્યો હતો.
લિંબાયત નીલગીરી સર્ખલ નજીક જવાહર મહોલ્લામાં રહેતા ભાઈલાલ માળીના બે પુત્રો પૈકી નાના પુત્ર ઉમેશએ બે દિવસ અગાઉ તેઓ પાસે પબ્જી ગેમ રમવા માટે 500 રૂપિયાની માંગણી કરી હતી. જો કે ભાઈલાલ માળીએ તેને 500 રૂપિયા ન આપતા તેણે ઝઘડો કર્યો હતો અને ઉશ્કેરાઈ જઈ પિતા ભાઈલાલ માળી પર જ પુત્ર ઉમેશએ જીવલેણ હુમલો કર્યો હતો. અને માથાના તથા પેટના નીચેના ભાગે ચપ્પુ મારી ભાગી છુટ્યો હતો. જે મામલે લિંબાયત પોલીસે ગુનો નોંધી દુનિયામાં લાવનાર પિતાને જ મોતના મુખમાં ધકેલવાનો પ્રયાસ કરનાર પુત્ર એવા ઉમેશ માળીને ઝડપી પાડ્યો હતો. અને તેની વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.