Surat : બેંકોના ખાનગીકરણના વિરોધમાં રાષ્ટ્રવ્યાપી હડતાળ

ઓલ ઈન્ડિયા બેંક એમ્પ્લોયઝ યુનિયન દ્વારા બેંકોના ખાનગીકરણના વિરોધમાં 26મી નવેમ્બરે રાષ્ટ્રવ્યાપી હડતાળની જાહેરાત કરાઈ હોય જેને લઈ સુરતમાં પણ યુનિયનના કર્મચારીઓ દ્વારા એક દિવસની રાષ્ટ્ર વ્યાપી હડતાળ પાડી હતી. અને સરકારના બેંકોના ખાનગીકરણના નિર્ણય સામે વિરોધ કર્યો હતો.
ઓલ ઈન્ડિયા બેંક એમ્પ્લોયઝ યુનિયનના નેજા હેઠળ ગુજરાત બેંક વર્ક્સ યુનિયન દ્વારા આજે ગુરૂવારે હડતાળ કરાઈ હતી. સંગઠન દ્વારા માંગણીઓ મુકવામાં આવી છે કે, બેંકોનું ખાનગીકરણની વિચારણાં બંધ કરવી, બેંકો શાખાઓ વધારવી, જાણી જોઈને લોન પરત નહીં કરનારા સામે કડક પગલાં ભરવા અને બિન ઉત્પાદક અસ્ક્યામતોની કડક વસુલી કરવી, ગ્રામીણ અને સહકારી બેંકોને સદ્ધર બનાવવી જેવી માંગનો સમાવેશ થાય છે. સુરત અને દક્ષિણ ગુજરાતની કેટલીક સરકારી બેંકોના કર્મચારીઓ દ્વારા હડતાળનું પાલન કરાયુ હતું. અને મુગલીસરા ખાતે આવેલ એલ.આઈ.સી. ઓફ ઈન્ડિયા કેમ્પસમાં કર્મચારીઓ સુત્રોચ્ચાર સાથે હડતાળ પર ઉતર્યા હતાં. તો બીજી તરફ બેંકોમાં માત્ર મેનેજર હાજર રહેતા કામકાજ થપ્પ થયુ હતું.
ખાનગી કરણના વિરોધમાં બેંક કર્મચારીઓની રાષ્ટ્રવ્યાપી હડતાળમાં એસબીઆઈ સહિત કેટલીક બેંકોમાં હડતાળની અસર દેખાઈ ન હતી.