Surat : બે કોમ વચ્ચે દુશ્મનાવટ ઉભી થાય તેવો કૃત્ય

અજમેરમાં આવેલ હઝરત ખ્વાજા મોઈનુદ્દીન ચિશ્તી ખ્વાજા ગરીબ નવાઝ દરગાહ વિરૂદ્ધ બોલી બે કોમ વચ્ચે દુશ્મનાવટ ઉભી થાય તેવો કૃત્ય શોસિયલ મીડિયા પર કરનાર સામે તાત્કાલિક પગલા લઈ ફરિયાદ દાખલ કરવાની માંગ સાથે વર્સેટાઈલ માઈનોરીટીઝ ફોરમ દ્વારા સુરત કલેકટર અને સુરત પોલીસ કમિશનરને આવેદન પત્ર આપી ઉગ્ર રજુઆત કરી હતી.
રાજસ્થાનના અજમેર ખાતે આવેલ હજરત ખ્વાજા મોઈનુદ્દીન ચિશ્તી ખ્વાજા ગરીબ નવાઝ દરગાહ જગત વિખ્યાત છે. અને દરેક કૌમ જાતિ ધર્મના લોકો તેમને માન પુર્વક, આદર પુર્વક તેમનું નામ તથા તેમના આચરણને માને છે. તથા દરેક ધર્મના વ્યક્તિની તેમનામાં આસ્થા અને લાગણી રહે છે. અને ખઆસ કરીને ભારત દેશમાં વસતા મુસ્લિમો તથા દરેક ધર્મના વ્યક્તિઓ તથા વિદેશમાં વસ્તા લોકોની પણ તેમનામા આસ્થા અને શ્રદ્ધા તેમજ માન છે. ત્યારે છેલ્લા કેટલાક સમયથી સોસીયલ મીડિયા તથા વોટ્સએપ ગ્રુપો દ્વારા એક ભગવા રંગના કેસરી વસ્ત્રો પહેરી કોઈ પુષ્કર રાજસ્થાનના સાધુ જેવા વ્યક્તિ તરીકે દેખાતા ઈસમે હઝરત ખ્વાજા ગરીબ નવાઝ મોઈનુદ્દીન ચિશ્તી રહેમતુલ્લા અલયહી વિરૂદ્ધ અપમાન જનક શબ્દો, બિભત્સ શબ્દો તથા સુફી સંત વિરૂદ્ધમાં અને બે કૌમ જાતિ, સંપ્રદાય ને એક બીજાની વિરૂદ્ધમાં ઉશ્કેરણી કરી દંગો-ફસાદ કરાવવાના બદ ઈરાદે વિડીયો ક્લીપ બનાવી તેને સોશીયલ મીડિયામાં ફરતી કરી છે. જેથી આવા વ્યક્તિ વિરૂદ્ધ તાત્કાલિક એફ.આઈ.આર. દાખલ કરવા વર્સેટાઈલ માઈનોરીટીઝ ફોરમ દ્વારા સુરત કલેકટર અને સુરત પોલીસ કમિશનરને આવેદન પત્ર આપી રજૂઆત કરી હતી.
ભારતમાં દરેક ધર્મના લોકો હળીમળીને રહે છે ત્યારે આવા કૌમીવૈમન્સ ધરાવનારાઓ બે કોમ વચ્ચે દુશ્મનાવટ પેદા કરે છે જેઓ સામે તાત્કાલિક પગલા લેવા માંગ કારઈ છે.