Surat : બે ટકા વ્યાજે અઢી લાખ લીધા બાદ વ્યાજખોરએ પાંચ ટકાની માંગ કરી

બે ટકા વ્યાજે અઢી લાખ લીધા બાદ વ્યાજખોરએ પાંચ ટકાની માંગ કરી સિક્યુરીટી પેટે લીધેલ મકાનની ફાઈલ લઈ તેનો કબ્જો લઈ લેવાની ધમકી આપી હોવાનો બનાવ કતારગામ પોલીસ મથકે નોંધાવવા પામ્યો છે.
કતારગામ પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ કતારગામ સીતારામ ચોક ખાતે આવેલ વિઠ્ઠલ નગરમાં રહેતા ભરત કાકલોતરએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યુ હતું કે તેઓએ કતારગામ વાડીનાથ ચોક આમ્રપાલી ખાતે ઓફિસ ધરાવતા ડભોલી ચાર રસ્તા ખાતે મુક્તાનંદ સોસાયટી વિભાગ 2માં રહેતા ઘનશ્યામ શુર પાસેથી બે ટકા અઢી લાખ રૂપિયા લીધા હતા. અને તેની જગ્યાએ મકાનનો કબ્જા સહિતનો વેચાણ કરાર લખી આપ્યો હતો. જો કે ભરત કાકલોતરએ 1 લાખ 75 હજાર રૂપિયા આપ્યા હોવા છતા હવે વધુ પાંચ ટકા વ્યાજ સાથે 4 લાખ 70 હજારની માંગ કરી વ્યાજખોર ઘનશ્યામ શુરએ મકાનનો સામાન બહાર ફેંકાવી દેવાની ધમકી આપી હતી. હાલ તો બનાવ અંગે કતારગામ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.