Surat : મોબાઈલ સ્નેચીંગ અને ચોરીના બનાવો વધી રહ્યા

સુરતમાં રોજેરોજ ચાલુ ગાડીએ, ભીડમાં અને સરનામું પુછવાના બહાને મોબાઈલ સ્નેચીંગ અને ચોરીના બનાવો વધી રહ્યા છે. ત્યારે આવા જ બે બનાવો અંગે જુદાજુદા પોલીસ મથકોમાં ફરિયાદ નોંધાઈ છે.
સુરતમાં રોજેરોજ મોબાઈલ સ્નેચીંગ અને ચોરીની ફરિયાદો નોંધાઈ રહી છે. જેમાં અડાજણ પોલીસ મથકની હદમાં પાલનપુર જકાતનાકા મંગલદીપ સોસાયટી મંગલમય એપાર્ટમેન્ટ પાસેથી પસાર થતા હિતેશ તોરાણીના હાથમાંથી બાઈક પર આવેલા બે રીઢાઓ મોંઘોદાટ મોબાઈલ લુંટી ભાગી છુટ્યા હતાં. તો જહાંગીરપુરા પોલીસ મથકની હદમાં જહાંગીરપુરા અંજની આઈકોન શોપીંગ મોલમાં બેંક એટીએમ પાસે ઉભેલા વોચમેન સુનીલ પાંડેના ખિસ્સામાંથી અજાણ્યો નજર ચુકવી મોંઘોદાડ મોબાઈલ ચોરી ભાગી છુટ્યો હતો. હાલ તો મોબાઈલ સ્નેચીંગ અને ચોરીની ફરિયાદ અડાજણ અને જહાંગીરપુરા પોલીસે લઈ આરોપીઓને ઝડપી પાડવા ચક્રોગતિમાન કર્યા છે.