Surat : રીંગરોડ પર મનપા દ્વારા ટેસ્ટિંગ સેન્ટરો કરાયા ઉભા

દિવાળી બાદ સુરતમાં કોરોનાનો કહેર વધ્યો છે. તો તંત્ર પણ કોરોનાને ડામવા તનતોડ મહેનત કરી રહ્યું છે. ત્યારે રીંગરોડ પર સુરત મનપા દ્વારા ટેસ્ટિંગ સેન્ટરો ઉભા કરાયા છે પરંતુ કર્મચારીઓને બહાના બતાવી માર્કેટમાં લોકો દુર ભાગતા નજરે પડ્યા હતાં.
સુરત ટેક્સટાઈલ માર્કેટમાં લોકોની અવરજવર વધુ રહેતી હોય છે. ભીડ પણ આ વિસ્તારમાં લોકોની વધુ રહેતી હોવાથી પાલિકા કમિશનર બંછાનિધિ પાનીએ મુલાકાત કર્યા બાદ રેપિડ એન્ટિજન ટેસ્ટ માટેના મંડપ ઉભા કરીને તેમાં ટેસ્ટ કરવાની વ્યવસ્થા કરી છે. જો કે, લોકો તેનો સદઉપયોગ કરવાની જગ્યાએ ટેસ્ટ કરાવવાથી દૂર ભાગી રહ્યા હોવાનું સામે આવી રહ્યું છે.
રિંગરોડ ખાતે આવેલી ટેક્સટાઈલ માર્કેટમાં લોકો ટેસ્ટ કરાવવાથી દૂર ભાગતા હોય કર્મચારીઓ સમજાવવાનો પ્રયાસ કરતા જોવા મળી રહ્યાં છે.