Surat : રાજસ્થાનથી કતલ માટે લવાયેલ પાડાઓ ભરેલ ટ્રક પકડાયું

સરથાણા જકાતનાકા પાસે ટ્રાફિક નિયમન કરી રહેલ ટ્રાફિક પોલીસ દ્વારા રાજસ્થાનથી સુરત કતલ માટે લવાયેલ પાડાઓ સાથે બેને પકડી તેઓનો કબ્જો સરથાણા પોલીસને સોંપતા સરથાણા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
સરથાણા જકાત નાકા પાસે વાહન ચેકિંગ અને ટ્રાફિક નિયમન કરતા ટ્રાફિક પોલીસના જવાનો એ ટ્રકમાં રાજસ્થાનથી સુરત કતલ માટે ટ્રકમાં 70 પાડા લાવનારા બેને પકડી પાડ્યા હતાં. તેઓનો કબ્જો ટ્રાફિક પોલીસ દ્વારા સરથાણા પોલીસને સોંપાતા સરથાણા પોલીસે તેઓની વધુ પુછપરછ હાથ ધરી છે.