Surat : લિંબાયતને જોડતા ફ્લાય ઓવર બ્રિજ પરથી આપઘાતનો પ્રયાસ

ઉધનાથી લિંબાયતને જોડતા ફ્લાય ઓવર બ્રિજ પરથી અજાણ્યાએ મોડી સાંજે કુદકો મારી દેતા તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેની જાણ થતા જ પોલીસ કાફલો સ્થળે દોડી ગયો હતો અને ઈજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલે ખસેડ્યો હતો.
ઉધનાથી લિંબાયતને જોડતા ફ્લાય ઓવર બ્રિજ પરથી મોડી સાંજના સમયે એક અજાણ્યાએ કુદકો મારી દીધો હતો. જેમાં અજાણ્યા ઈસમને શરીરે ગંભીર ઈજાઓ થતા તે ત્યાં જ ઢળી પડ્યો હતો. જે અંગેની જાણ પોલીસને કરાતા તાત્કાલિક ઉધના પોલીસનો કાફલો સ્થળે દોડી ગયો હતો. અને અજાણ્યાને સારવાર માટે 108 એમ્બ્યુલન્સમાં હોસ્પિટલે ખસેડ્યો હતો. ત્યારે બીજી તરફ અજાણ્યો કોણ છે તે અંગે જાણી શકાયુ ન હતું. અને શુ કારણ આપઘાતનો પ્રયાસ કર્યો તે અંગે હાલ તો પોલીસે તપાસ શરૂ કરી છે.