Surat : વધુ નવા 289 કોરોના પોઝીટીવ કેસ નોંધાયા

સુરતમાં કોરોનાનો કહેર વધી રહ્યો છે ત્યારે તંત્ર કોરોનાને ડામવા તનતોડ મહેનત કરી રહ્યો છે. તો બીજી તરફસુરત શહેર અને જિલ્લામાં કોરોનાનો આંક દિવસેને દિવસે વધી રહ્યો છે ત્યારે વધુ નવા 289 પોઝીટીવ કેસ આવતા કુલ આંક 42,528 પર પહોંચી ગયો છે. તો કોરોનાથી વધુ 3 ના મોત સાથે મૃતાંક 1050 થયો છે જ્યારે કોરોનાને મ્હાત આપનારાઓની સંખ્યા 39,784 પર પહોંચી છે.
સુરતમાં કોરોનાનો કહેર વકરી રહ્યો છે. કોરોનાની બીજી લહેરમાં સુરતમાં રોજેરોજ કેસો વધતા કુલ આંક 300 નજીક આવી રહ્યો છે. ત્યારે ગુરૂવારે સુરત મહાનગર પાલિકા અને જિલ્લા આરોગ્ય વિભાગના જણાવ્યા પ્રમાણે, સુરત શહેર અને જિલ્લામાં કોરોના નવા 289 કેસ સાથે કુલ પોઝિટિવ કેસનો આંક 42,528 પર પહોંચી ગયુ છે. આ સાથે શહેર જિલ્લામાં વધુ 3 ના મોત સાથે કોરોનાથી મૃત્યુઆંક 1050 થયો છે. ગુરૂવારે સુરત શહેરમાંથી 178 અને જિલ્લામાંથી 21 મળી કુલ 199 દર્દી કોરોનાને મ્હાત આપી સાજા થયા હતા. જેને પગલે કોરોનાને મ્હાત આપનાર દર્દીઓની સંખ્યા 39,7844 પર પહોંચી ગઈ છે. હાલ શહેર જિલ્લામાં કુલ એક્ટિવ કેસની સંખ્યા 1,694 પર પહોંચી ગઈ છે. જેમાં સુરત સિટીમાં કુલ 31,257 કોરોના પોઝિટિવ કેસમાં 769 ના મોત થયા છે. જ્યારે જિલ્લામાં કુલ 11,271 કેસ પૈકી 281 ના મોત થયા છે. સુરત સિટીમાં 29,201 અને સુરત જિલ્લામાં 10,482 દર્દી કોરોનાને મ્હાત આપી સાજા થઈ ઘરે પહોંચ્યા છે.