Surat : વરાછા પોલીસે માદક પદાર્થનો વેપલો કરતા બે ઈસમોને ઝડપી પાડ્યાં

વરાછા પોલોસે બાતમીમાં આધારે માદક પદાર્થનો વેપલો કરતા બે ઈસમોને ઝડપી પાડ્યાં છે. આ બન્ને આરોપીઓ પાસેથી ઘનશ્યાનગરમાં આવેલા ખાતામાં અફીણ અને પોષ જોજા સહિત ઘાટુ પ્રવાહી મળી આવ્યું છે. કુલ 3.22 લાખથી વધુના નશીલા પદાર્થો સાથે બે વ્યક્તિોને ઝડપી લઈેન પોલીસે હાલ વધુ તપાસ હાથ ધરી છે. સાથે જ આ લોકો નશાનો માલ ક્યાંથી લાવ્યા અને કોને વેચવાના હોય છે તે દિશામાં પણ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
વરાછા પોલીસને એવી બાતમી મળી હતી કે, પોલીસ મથકની હદમાં માદક પદાર્થનો વેપલો થઈ રહ્યો છે. વરાછાના ઘનશ્યામનગરની શેરી નંબર 11ના ખાતા નંબર 270ના ચોથા માળે અફિણ વેચાય છે તેવી બાતમી મળી હોવાના આધારે સર્વેલન્સ સ્ટાફે પોષ ડોડાઓ અને કથ્થઈ કલરનું ઘાટુ પ્રવાહી મળી આવ્યા હતું. એક ઇસમ તે સાચવીને બેઠો હતો. જેમાં પોષ ડોડાનું વજન 6,668 કિલો ગ્રામ થયું હતું. જેની કિંમત 20,004 થાય છે સાથે ડોડાના ભુક્કાનું વજન 0.512 ગ્રામ થયું હતું. જેની કિંમત 1,536 થાય છે અને કથ્થઈ કલરનું ઘાટું પ્રવાહીનો વજન 477 ગ્રામ થાય છે. જે અફીણ હોવાનું સામે આવ્યું હતું અને તેમની કિંમત 47,700 થાય છે. આરોપીની પૂછપરછ કરતા જેમની પાસેથી માલ ખરીદી કરી તે ડિંડોલી ખાતે રહેતો હોવાનું જણાવ્યું હતું. જેથી વરાછા પોલીસ મથક માં સર્વેલન્સ સ્ટાફના જવાનો તાત્કાલિક ડિંડોલીના મહાદેવ નગર-2 માં દુકાન નમ્બર 617 સાવરિયા ગ્લાસ નામની દુકાનમા રેડ કરતા દુકાનમાંથી પોષ ડોડાઓ જેમનું વજન 15,935 થાય છે અને તેની કિંમત 47,805 થાય છે સાથે જ કથ્થઈ કલરનું ઘાટું પ્રવાહી 225 ગ્રામ છે જેની કિંમત 22,500 છે આમ તમામ મુદામાલ સાથે વરાછા પોલીસે આરોપી બુધ્ધરામ બીશ્નોઈ અને ડિંડોલીમા રહી માલની સપ્લાય કરનાર પુષ્કર લાલ ઉર્ફે રતન મેવાડાની ધરપકડ કરી બંન્નેના મુદ્દામાલમાં રોકડ રૂપિયા મળી કુલ 1,44,900 મુદ્દામાલ સહિત મોબાઈલ ફોન મળી કુલ 3,22,235 નો મુદામાલ જપ્ત કરી બંને આરોપીઓ વિરુદ્ધ એનડીપીએસ હેઠળ ગુનો નોંધી તજવીજ હાથ ધરી છે.