Tharad : IPS પુજા યાદવે પ્રતિબંધિત દવાઓનો જથ્થો ઝડપી પાડ્યો

થરાદમાથી આઈ.પી.એસ પુજા યાદવે લક્ષ્મી મેડિકલ માથી પ્રતિબંધિત દવાઓનો જથ્થો પકડી પાડી વઘુ કાર્યવાહી હાથ ઘરી
થરાદ શહેરની મેડિકલમાથી અનેક પ્રતિબંધિત દવાઓ મળતી હોવાની ચોક્કસ બાતમીના આધારે પુજા યાદવ દ્વારા ગુરુવારે બપોરે દરોડા પાડ્યા હતા પોલીસની ટીમો બનાવીને મેડિકલમાં તપાસ હાથ ઘરી હતી તપાસ દરમિયાન 67547 કિંમતનો પ્રતિબંધિત દવાઓનો જથ્થો મળી આવતાં તેને કબજે લીધો હતો આઈ.પી.એસ પૂજા યાદવે જણાવ્યું હતું કે થરાદના બસ સ્ટેન્ડ પાસે આવેલી લક્ષ્મી મેડીકલ સ્ટોરના માલિક વસંતભાઈ રાણજી ત્રિવેદી રહે શીવનગર થરાદ પોતાના મેડિકલ સ્ટોર્સ ગેરકાયદેસર પ્રતિબંધિત દવાઓનો અલગ પ્રકારની રાખીને વેચાણ કરતા હોવાની ચોક્કસ અને આધારભુત માહિતી મળતાં તેમણે થરાદ પોલીસ મથકના પી.આઈ અને મામલતદાર કચેરીને જાણ કરી એન.ડી.પી.એસ ને લગતી રેડ કરવા માટે નો તખ્તો તૈયાર કર્યો હતો અને ગુરુવારે મામલતદાર કચેરીના ક્લાર્ક તેમજ પોલીસ કર્મચારીઓ કાફલા સાથે લક્ષ્મી મેડિકલ તથા તેમના ભાગીદારની અંબિકા મેડિકલ એજન્સીમાંથી વિવિધ પ્રકારની પ્રતિબંધિત દવાઓનો જથ્થો કબજે લઈ પ્રતિબંધિત ડ્રગ છે કે કેમ તેની ચકાસણી માટે સેમ્પલ ગાંધીનગર મોકલવા આવ્યા છે જેનું પરીક્ષણ બાદ ગાંધીનગરથી સર્ટિફિકેટ આવ્યા બાદ જાણી સકાશે પોલીસ પી.આઈ જે.બી ચૌધરી ની જાહેરાત આધારે જાણવા જોગ નોંધ કરી રૂપિયા 67547 ની કિંમત અને દવાનો જથ્થો કબજે લીધો હતો તેમજ વઘુ કાર્યવાહી હાથ ધરી હતી સાથે સાથે તપાસ અર્થે બંને દુકાનોના ફાર્માસ્યુટિક લાયસન્સ પણ કબજે લીધા હતા જેમાં લક્ષ્મી મેડિકલનુ લાયસન્સ વસંત રાણજી ત્રિવેદી નુ જયારે બીજુ મહેશ્વરી ભિષ્મકુભાર નંદલાલના નામનુ હોઈ પોલીસે તેને કબજે લીધુ હતુ