અમેરિકામાં આરોગ્યકર્મીઓએ જ કોરોના વેક્સિન લેવાની ના પાડી

અમેરિકામાં આરોગ્યકર્મીઓએ જ કોરોના વેક્સિન લેવાની ના પાડી

કોરોના મહામારી સામે લડવા વેક્સિનને મંજૂરી અપાય છે જેને લઇ ભારત સરકારે કહ્યું છે કે વેક્સિન સૌથી પહેલાં ફ્રન્ટલાઈન વર્કર્સને આપવામાં આવશે. આ દરમિયાન અમેરિકાથી ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે જ્યાં મોટી સંખ્યામાં હેલ્થ અને ફ્રન્ટલાઈન વર્કરોએ કોરોના વેક્સિન લેવાનો ઇનકાર કરી રહ્યા છે. કેઈસર ફે‌મિલી ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવેલા એક સર્વેમાં સામે આવ્યું છે કે 29 ટકા આરોગ્ય કર્મચારીઓ કોરોના વેક્સિન લેવાથી અચકાઈ રહ્યા હતા. આરોગ્ય કર્મચારીઓ કોરોના વેક્સિનથી થતી સાઈડ ઇફેક્ટ્સના કારણે ચિંતામાં છે અને સાથે જ તેમને સરકારના વેક્સિનને સુરક્ષિત ગણાવતા દાવા ઉપર વિશ્વાસ નથી.
પત્રિકા ‘ધી લેન્સેટ ઓન ધ સમર’ દ્વારા પ્રકાશિત રિસર્ચમાં સામે આવ્યું છે કે કોરોના વેક્સિનને લઈ અશ્વેત અમેરિકી લોકોમાં વધારે ડર જોવા મળ્યો હતો અને સર્વેમાં સામેલ માત્ર 43 ટકા અશ્વેત અમેરિકીઓએ કહ્યું છે કે તેઓ વેક્સિન જરૂરથી લગાવશે. ઓપિયોના ગવર્નર માઈક ડેવિને કહ્યું હતું કે તેઓ ઘણા પરેશાન છે કેમ કે જે નર્સિંગ સ્ટાફને વેક્સિન આપવા માટે પસંદ કરવામાં આવ્યો હતો તેમાંથી વેક્સિન લેવાની સંખ્યા ઘણી ઓછી છે. અંદાજિત 60 ટકા નર્સિંગ સ્ટાફે વેક્સિનના શોટ લેવાની ના પાડી દીધી છે તો સાથે જ ન્યૂયોર્ક ફાયર બ્રિગેડ ડિપાર્ટમેન્ટના 55 ટકા કર્મચારીઓએ કહ્યું છે કે તેઓ કોરોના વેક્સિન લેવા ઇચ્છતા નથી.