અમીરગઢ : નાના ભાઈના પરિવાર પર મોટાભાઈનો જીવલેણ હુમલો

ઇકબાલગઢ માં માળી સમાજના નાના ભાઈના પરિવાર પર મોટાભાઈનો જીવલેણ હુમલો
પ્રાપ્ત માહિતી મુજબ અમીરગઢ તાલુકાના વેપારી મથક એવા ઈકબાલ ગઢ ગામમાં રેલવે ફાટકથી બહાર હાઇવે તરફ જતા રાજવી રેસિડેન્સીમાં રહેતા જશોદાબેન છગનભાઈ માળી ઉંમર વર્ષ 45 ના જણાવ્યા મુજ્બ રાત્રીના સમયે કવિતાબેન અને તેમનો દીકરો કપિલ ભાઈ સાથે ઘરે એકલા હતા તેમજ તેમના પતિ છગનભાઈ હીરાજી માળી રાત્રી ના સમયે ખેતરમાં ગયા હતા તે સમયે તેમના જેઠ મંછાભાઈ હીરાભાઈ માળી, લેખાભાઈ ભીખાજી માળી, તેમજ નાથાભાઈ હિરાભાઈ માળી, તેમના ઘરે આવી તારો પતિ અમને ઘર ખર્ચના પૈસા વાપરવા કેમ આપતો નથી તેમ કહીને અપ શબ્દો બોલી તેમજ અભદ્ર સમાન ગાળો બોલી હતી અને ઘરમાં છૂટા હાથે પથ્થરમારો કર્યો હતો તેમજ તેમના ઘર આગળ પાર્ક કરેલી તેમની કાર GJ 08 BB 5589 મા પણ તોડફોડ કરી મોટું નુકસાન કર્યું હતું તેમજ ગાડી સડગાવાની કૌશીશ કરી રહ્યા હતા ત્યારે જશોદા બેને તાત્કાલિક ૧૦૦ નંબર પર ફોન કરી પોલીસ ને જાણ કરી હતી અને તેમના પતિને પણ જાણ કરી હતી ત્યારે પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગાડી સળગાવતા રોકવામાં આવ્યા હતા અને પોલીસે પકડી ને અમીરગઢ પોલીસ મથકે લઈ જવામાં આવ્યા હતા.તે દરમ્યાન જતાં જતાં એવું કહેતાં હતાં કે તમને અને તમારા પરિવારને જાણ થી મારી નાખીશ તેવી ધમકી આપી હતી.
ત્યારે જશોદાબેન છગનભાઈ માળી તેમના જેઠ મંછાભાઈ હીરાભાઈ માળી રહેવાસી સરોત્રા તાલુકો અમીરગઢ, લેખાભાઈ ભીખાજી માળી રહેવાસી ઈકબાલગઢ તાલુકો અમીરગઢ, તેમજ નાથાભાઈ હિરાભાઈ માળી રહેવાસી ઈકબાલગઢ તાલુકો અમીરગઢ,તેમના ઘર ઉપર હુમલો તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપતા અમીરગઢ પોલીસ સ્ટેશનમાં જઈ ને તેમના વિરુદ્ધ ફરીયાદ નોંધાવી હતી ત્યારે અમીરગઢ પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.